Cricket: ડાબા અને જમણાં બંને હાથે બોલીંગ કરી શકે છે આ ભારતીય ખેલાડી, IPL 2021માં આ કામ કરી ચુક્યો છે

|

Jun 25, 2021 | 7:27 AM

ઓસ્ટ્રેલીયા (Australia) ના પૂર્વ કોચ જોન બુકાનન એ કહ્યુ હતુ કે, આવનારા દિવસોમાં બંને હાથ વડે બોલીંગ કરનારા ખેલાડી સામે આવશે. જોકે હજુ સુધી ખૂબ ઓછા બોલર બંને હાથ વડે બોલીંગ કરી શકે છે.

Cricket: ડાબા અને જમણાં બંને હાથે બોલીંગ કરી શકે છે આ ભારતીય ખેલાડી, IPL 2021માં આ કામ કરી ચુક્યો છે
Nivethan-Radhakrishnan

Follow us on

ઓસ્ટ્રેલીયામાં એક એવો ક્રિકેટર ઉભરી રહ્યો છે. જે એક નહી પરંતુ બંને હાથે બોલીંગ કરી શકે છે. આવનારા દિવસોમાં આ બોલર તમને ઓસ્ટ્રેલીયા (Australia) ની ટીમમાં જોવા મળે તો નવાઇ ના પામશો. બંને હાથે બોલીંગ કરી શકવાની ક્ષમતા ધરાવતા આ બોલરનુ નામ છે, નિવેતન રાધાકૃષ્ણન (Nivethan Radhakrishnan). તે ડાબા અને જમણાં એમ બંને હાથે સ્પિન બોલીંગ કરી શકે છે. હાલમાં જ તે IPL 2021 માં સામેલ રહ્યો હતો.

નિવેતન રાધાકૃષ્ણન IPL 2021 દરમ્યાન દિલ્હી કેપિટલ્સના નેટ બોલરના રુપમાં હતો. જ્યાં તે સ્ટીવ સ્મિથ,શિમરોન હેટમાયર, પૃથ્વી શો, શિખર ધવન જેવા બેટ્સમેનોને બોલીંગ કરી રહ્યો હતો. આ બોલરને દિલ્હી કેપિટલ્સે સૌથી પહેલા વર્ષ 2019માં ઓસ્ટ્રેલીયાની અંડર 16 ટીમમાં જોયો હતો. ત્યારે તે દુબઇમાં પાકિસ્તાનની ટીમ સામે રમી રહ્યો હતો. બંને હાથ વડે બોલીંગ કરવા ઉપરાંત તે ઓપનિંગ બેટીંગ પણ કરે છે.

નિવેતન મૂળ ભારતીય છે, જોકે તેના માતા પિતા-કેટલાક વર્ષો પહેલા ઓસ્ટ્રેલીયા જઇને વસ્યા હતા. અહીં જ તેઓએ પોતાની ક્રિકેટીંગ સ્કિલને આગળ વધારી. હાલમાં નિવેતન રાધાકૃષ્ણનને ન્યૂ સાઉથ વેલ્સ અને તસ્માનિયા એમ બંને એ કોન્ટ્રેક્ટ ઓફર કરી હતી. બાદમાં તેણે તસ્માનિયાનો કોન્ટ્રાકટ સ્વિકાર કર્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રાધાકૃષ્ણન એ ક્રિકેટમાં પોતાને સ્થાપિત કરવા માટે તેણે, સ્કૂલમાં તેની અંતિમ વર્ષનો અભ્યાસ પણ રોકી દીધો હતો. નિવેતન 18 વર્ષીય છે, પરંતુ તેનુ કહેવુ છે કે તે 15 વર્ષ થી ક્રિકેટ રમે છે. તેણે બતાવ્યુ હતુ કે, તે 4 વર્ષનો હતો ત્યાર થી અંડર 14 ક્રિકેટ માં રમી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાધાકૃષ્ણન એ કહ્યુ હતુ કે, તે અન્ય બાળકોની માફક નથી, હું અન્ય લોકોની માફક પણ નથી. હું અલગ છું.

નિવેતન ના આદર્શ ગેરી સોબર્સ

તે જ્યારે પાંચ કે છ વર્ષનો હતો ત્યારે જમણાં હાથે બોલીંગ કરતો હતો. જોકે પછી એક દિવસ તેના પિતા એ કહ્યુ કે, ડાબા હાથ વડે બોલીંગ કરવાનો પ્રયાસ કર. તે વેસ્ટઇન્ડીઝના મહાન ક્રિકેટર ગેરી સોબર્સને પોતાના આદર્શ માને છે. તેણે આ ક્રિકેટર થી જોડાયેલી દરેક બુક વાંચી લીધી છે. તેનુ કહેવુ છે કે, રમતના સમયે તે, જેટલુ સંભવ હોય ત્યાં સુધી ગેરીની માફક રમવાની કોશીષ કરે છે. તે સૌથી મહાન ખેલાડી છે. તેના જેવુ કોઇ ના હોઇ શકે।

આ ખેલાડી પણ કરે છે, બંને હાથે બોલીંગ

ઓસ્ટ્રેલીયાના પૂર્વ કોચ જોન બુકાનન એ કહ્યુ હતુ કે, આવનારા દિવસોમાં બંને હાથ વડે બોલીંગ કરનારા ખેલાડી સામે આવશે. જોકે હજુ સુધી ખૂબ ઓછા બોલર બંને હાથ વડે બોલીંગ કરી શકે છે. જેમાં ઓસ્ટ્રેલીયાની જેમા બાર્સ્બી, શ્રીલંકાના કામિંદુ મેંડિસ અને બાંગ્લાદેશની શૈલા શર્મિન તેમજ પાકિસ્તાનના યાસિર જાન નો સમાવેશ છે.

મેંડિસ અને શર્મિન તો ઇન્ટરનેશનલ સ્તરે બંને હાથે બોલીંગ કરી છે. તો વળી યાસિર જાન એક માત્ર એવો ખેલાડી છે જે, બંને હાથ વડે 130 ની ઝડપે બોલીંગ કરી શકે છે. જોકે તેમાંથી કોઇ પણ બોલર આંતરરાષ્ટ્રીય સ્તરે વધારે સફળ રહ્યો નથી. જોવાનુ એ રહે છે કે, નિવેતનનુ ભવિષ્ય કેવુ આગળ વધે છે.

Published On - 7:24 am, Fri, 25 June 21

Next Article