Champions Trophy: ટીમ ઇન્ડિયા પણ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા જશે!, ICC એ કહ્યુ દરેક દેશની ટીમ પહોંચશે

|

Nov 23, 2021 | 9:30 AM

Champions Trophy 2025 પાકિસ્તાનમાં હશે અને ICCએ ઈશારામાં પાકિસ્તાનને સુરક્ષિત દેશ કહ્યું છે

Champions Trophy: ટીમ ઇન્ડિયા પણ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા જશે!, ICC એ કહ્યુ દરેક દેશની ટીમ પહોંચશે
Champions Trophy

Follow us on

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) ની યજમાની પાકિસ્તાન (Pakistan) ને સોંપ્યા બાદ ICCને વિશ્વાસ છે કે તમામ ટીમો ત્યાં જશે અને આ ટૂર્નામેન્ટ રમશે. ICCએ ગયા અઠવાડિયે પાકિસ્તાનને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીનો અધિકાર આપ્યો હતો. આનાથી પાકિસ્તાનમાં બે દાયકાથી વધુ સમય બાદ મોટી ટુર્નામેન્ટની વાપસી થશે. છેલ્લી વખત પાકિસ્તાને તેની ધરતી પર ICC ટૂર્નામેન્ટ 1996 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. તે વર્લ્ડ કપમાં ભારત અને શ્રીલંકા પણ સહ-યજમાન હતા.

2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમની બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ઘણી આંતરરાષ્ટ્રીય ટીમોની યજમાની કરી શક્યું નથી. આઈસીસીના પ્રમુખ ગ્રેગ બાર્કલેએ ‘મીડિયા રાઉન્ડ ટેબલ’ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં કહ્યું, ‘જવાબ હા છે, અમે અત્યાર સુધી જે જોઈ રહ્યા છીએ તે મુજબ, સંપૂર્ણપણે હા (ટીમો મુસાફરી કરશે)’

બાર્કલેએ કહ્યું, ‘ICC ક્રિકેટ ઈવેન્ટ ઘણા વર્ષો પછી પાકિસ્તાનમાં પાછી આવી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે બન્યું તે સિવાય આ તમામ મુદ્દા વગર આગળ વધ્યું છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે સુરક્ષાની ચિંતાઓને કારણે પાકિસ્તાન પર રમાનારી દ્વિપક્ષીય શ્રેણીમાંથી પાછી ખેંચી લીધી હતી. બાર્કલેએ ભારપૂર્વક કહ્યું હતું કે જો ICCને લાગે છે કે પાકિસ્તાન તેનું આયોજન સફળતાપૂર્વક કરી શકશે નહીં, તો તે તેને યજમાનતાનો અધિકાર આપતું નથી. તેમણે કહ્યું કે, જો અમને પાકિસ્તાનની યજમાની અંગે શંકા હોત તો અમે તેને હોસ્ટ કરવાનો અધિકાર ન આપ્યો હોત.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

શું ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમશે?

ટૂર્નામેન્ટમાં ભારતની ભાગીદારી શંકાસ્પદ છે કારણ કે ભારતમાં આતંકવાદી હુમલા બાદ રાજદ્વારી તણાવને કારણે 2012 થી બંને પડોશી દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ રમાઈ નથી. રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભાગીદારી અંગેનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે. કારણ કે પડોશી દેશનો પ્રવાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય ટીમો માટે હજુ પણ સુરક્ષા મુદ્દા ઓ છે.

તેને એક પડકારજનક મુદ્દો ગણાવતા બાર્કલેએ આશા વ્યક્ત કરી હતી કે ક્રિકેટના માધ્યમથી બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારી શકાય છે. તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા એશિયા કપ 2023 (Asia Cup) માં પાકિસ્તાનમાં રમાશે. ACC પ્રમુખ જય શાહે (Jay Shah) પાકિસ્તાનને આ ટુર્નામેન્ટની યજમાની આપી છે. જય શાહ BCCI ના સેક્રેટરી પણ છે.

આ પણ વાંચોઃ IND vs NZ: રોહિત શર્માએ પોતાનું કામ કરી દીધું છે, હવે રહાણે અને વિરાટની જવાબદારી છે કે તેઓ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને બાદશાહ બનાવશે કે કેમ

 

આ પણ વાંચોઃ  IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે T20I માં ભારતનુ પ્રદર્શન છેલ્લા એક વર્ષમાં કેવી રીતે પલટાયુ, જાણો

Published On - 8:48 am, Tue, 23 November 21

Next Article