Cricket: ક્રિકેટના આ દિગ્ગજોના નુસખાં જાણો છો ? બોલને ચુમવાથી લઇને કેવી ટ્રીક અપનાવતા, જાણો

|

May 30, 2021 | 1:12 PM

સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને રાહુલ દ્રાવિડ (Rahul Dravid) પણ આ યાદીમાં બાકાત નથી. તો વળી આ એક દિગ્ગજ બોલર તો દરેક વાર દડાને ચૂમી (Kiss) લેતો અને બાદમાં બોલીંગ કરતો.

Cricket: ક્રિકેટના આ દિગ્ગજોના નુસખાં જાણો છો ? બોલને ચુમવાથી લઇને કેવી ટ્રીક અપનાવતા, જાણો
steve waugh-Sachin Tendulkar-lasith malinga

Follow us on

મહત્વની ક્રિકેટ મેચ બરાબર કશ્મકશ પર હોય એ દરમ્યાન ફેન્સ કેટલાક ટુચકા અપનાવતા હોય છે. એટલે કે એક પ્રકારે અંધવિશ્વાસ પર કેટલેક અંશે અપનાવતા હોય છે. આવી જ રીતે વિશ્વના કેટલાક દિગ્ગજ ક્રિકેટર પણ કેટલાક અજબ ગજબ નુસખાં અંધવિશ્વાસ ને લઇને અપનાવતા હતા. સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને રાહુલ દ્રાવિડ (Rahul Dravid) પણ આ યાદીમાં બાકાત નથી. તો વળી આ એક દિગ્ગજ બોલર તો દરેક વાર દડાને ચૂમી (Kiss) લેતો અને બાદમાં બોલીંગ કરતો.

સચિન તેંડુલકર

ભારતીય ક્રિકેટ જગતમાં ક્રિકેટના ભગવાન તરીકે સચિનને જોવામાં આવે છે. સચિન જ્યારે પણ રમતના મેદાનમાં બેટીંગ કરવા માટે ઉતરવાને લઇને તેની સાથે એક ખાસ વાત જોડાયેલી છે. તે બેટીંગ માટે મેદાને જતા પહેલા પગ પર પેડ પહેરવામાં પહેલા ડાબા પગના પેડને બાંધતા હતા. ત્યાર બાદ તેઓ બેટીંગ માટેની કિટને પહેરતા હતા.

રાહુલ દ્રાવિડ

ભારતીય ક્રિકેટની મજબૂત દિવાલ. ધ વોલ નામ થી જાણીતા પૂર્વ ક્રિકેટર દ્રાવિડે પણ પોતાના કરિયરમાં કેટલાક નુસખાંઓને સ્થાન આપ્યુ હતુ. તેઓનો નુસખો સચિન કરતા થોડો અલગ છે. દ્રાવિડ પોતાની કિટમાંથી સૌથી પહેલા જમણુ થાઇ પેડ પહેરતા હતા. ત્યાર બાદ તે બાકીની કીટ પહેરતા હતા.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

સ્ટીવ વો

ઓસ્ટ્રેલીયન પૂર્વ દિગ્ગજ કેપ્ટન સ્ટીવ વો પોતાના કરિયરમાં અનેક શિખર હાંસલ કર્યા છે. જોકે તે પણ અંધવિશ્વાસ ટુચકાને અપનાવતા હતા. તેઓ પોતાની કરિયર દરમ્યાન હંમેશા લાલ રુમાલને પોતાના ખિસ્સામાં રાખતા હતા. જે રુમાલને તેમની દાદી એ તેમને આપ્યા હતા. સ્ટીવને તે રુમાલને લઇને ભરોસો રહેતો હતો.

અનિલ કુંબલે

દિગ્ગજ ભારતીય સ્પિનર અનિલ કુંબલે ખૂબ જ પ્રેકટીકલ સ્વભાવના છે. તેઓ ને અંધવિશ્વાસ પર ખાસ ભરોસો નથી. વર્ષ1999 માં દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમ્યાન તેમમે 10 વિકેટ એક જ ઇનીંગમાં ઝડપી હતી. ત્યારે તે જ્યારે પણ બોલીંગ લઇને આવે એટલે સ્વેટર અને કેપ તે સચિનને આપતા હતા. કુંબલેએ આ ત્યાં સુધી જારી રાખ્યુ જ્યાં સુધી તેમને દશમી અંતિમ વિકેટ હાથ ના લાગી.

લસિથ મલિંગા

શ્રીલંકન ઝડપી બોલરનો નુસખો તો સૌથી અલગ જ હતો. તેઓ જયારે બોલીંગ કરવા માટે દોડવાનુ શરુ કરે, એ પહેલા તે બોલને એકવાર કિસ કરી લેતો. દડાને ચુમવાના દૃશ્યને સૌ કોઇએ જોયુ હશે. મલિંગાએ પોતાની આ એક્ટ પર એકવાર એકરાર પણ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, તેઓ ભાગ્યને પોતાના પક્ષમાં કરવા માટે આમ કરે છે.

Next Article