Cricket: સતત બહાર રાખવાથી નિરાશા મળવા છતાં જયદેવ ઉનડકટે કહ્યુ, ત્રણ ચાર વર્ષમાં રમતના શિખરે હોઇશ

|

May 26, 2021 | 11:02 AM

ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) માટે જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) ની પસંદગી થઇ નથી, જોકે તેને માટે આ નિરાશા પહેલી વાર નથી. અગાઉ ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે પણ તે પંસંદ થઇ શક્યો નહોતો. જોકે આ 29 વર્ષિય ડાબોડી ઝડપી બોલર ઉનડકટ ટીમ ઇન્ડીયા (Team India) વતી એક માત્ર ટેસ્ટ 2010માં રમ્યો હતો.

Cricket: સતત બહાર રાખવાથી નિરાશા મળવા છતાં જયદેવ ઉનડકટે કહ્યુ, ત્રણ ચાર વર્ષમાં રમતના શિખરે હોઇશ
Jaydev Unadkat

Follow us on

ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) માટે જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) ની પસંદગી થઇ નથી, જોકે તેને માટે આ નિરાશા પહેલી વાર નથી. અગાઉ ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે પણ તે પંસંદ થઇ શક્યો નહોતો. જોકે આ 29 વર્ષિય ડાબોડી ઝડપી બોલર ઉનડકટ ટીમ ઇન્ડીયા (Team India) વતી એક માત્ર ટેસ્ટ 2010માં રમ્યો હતો.

તેણે સૌરાષ્ટ્રની ટીમને પ્રથમ રણજી ટ્રોફી (Ranji Trophy) જીતાડી હતી. આ માટે તેમે રેકોર્ડ 67 વિકેટ ઝડપી હતી. ત્યાર બાદથી તેના ટીમમાં પસંદ થવા પર આશાઓ બંધાઇ હતી.ઉનડકટ છેલ્લે 2018માં અંતિમ વાર ક્રિકેટ રમ્યો હતો. તે ઇંગ્લેંડ પ્રવાસ માટે સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે પણ પંસદ કરાયો નથી.

આમ તેના માટે આ વખતે વધારે નિરાશા વ્યાપી છે. મીડિયા રિપોર્ટસ મુજબ વાત કરતા કહ્યુ હતુ કે, જો હું મારા પસંદ થવાને લઇને વાત કરીશ તો હું પક્ષપાત કરીશ. મારુ વાસ્તવમાં માનવુ છે કે, હું મારા કરિયરના એ તબક્કામાં છુ કે, આગળના ત્રણ ચાર વર્ષ મારી રમતના શિખર પર રહીશ.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

વાત કરતા કહ્યુ કે, હું વિકેટ પણ ઝડપી રહ્યો છુ. જેના થી હકિકતમાં જ સાબિત થાય છે કે, હું સારા ફોર્મમાં છું. સાથે જ જુદી જુદી પરીસ્થિતિઓમાં અલગ અલગ પિચ પર ખેલાડીઓને આઉટ કરવાના પ્રકાર શોધી લઉ છું. તેના કારણે મને પણ લાગે છે કે, મારો સમય પણ આવશે. જોકે પસંદગી થવી એ એ પેચીદી બાબત છે. સામાન્ય રીતે તમારી પસંદગી ભારત એ ના પ્રવાસ ઉપરાંત ઘરેલુ ક્રિકેટનુ પ્રદર્શન પર પણ નિર્ભર હોય છે, જોકે આ મહામારીમાં એ પણ થઇ શક્યુ નથી.

રણજી ટ્રોફીની 2019-20 માં જે 67 વિકેટ જયદેવ ઉનડકટે ઝડપી હતી, જેમાંથી મોટાભાગની વિકેટ રાજકોટની સપાટ પિચ પર હતી. જે દરમ્યાન તેણે નવા અને જૂના એમ બંને પ્રકારના બોલ વડે વિકેટ મેળવી હતી. જોકે હવે જોવાનુ એ રહે છે કે, જૂલાઇમાં શ્રીલંકા પ્રવાસે જનારી ટીમમાં જયદેવને સ્થાન મળે છે કે કેમ. તેણે કહ્યુ હતુ કે, મને ખ્યાલ છે કે ઝડપી બોલરનુ જીવન મર્યાદિત હોય છે.

તેણે કહ્યુ, મારી પાસે હજુ સમય છે, અને મારા હાથમાં એ જ છે કે હું આગળની સિઝન માટે તૈયારી કરુ. હું પહેલા કરતા વધારે એ વાતે મોટિવેટેડ છુ કે, સતત વિકેટ ઝડપતો રહુ. મારી હદોને વધારતો જઉ અને ઉંચી ઉપલબ્ધીઓ હાંસલ કરુ. જયદેવે આઇપીએલ 2021 દરમ્યાન રાજસ્થાન રોયલ્સ વતી 4 મેચ રમી ને 4 વિકેટ ઝડપી હતી. તેણે ખૂબ કરકસર ભરી બોલીંગ કરી હતી.

Next Article