Cricket: ઝિમ્બાબ્વે પહોંચેલી શ્રીલંકન ટીમમાં કોરોના સંક્રમણ ફેલાયુ, 6 ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં

|

Nov 28, 2021 | 10:00 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ આફ્રિકન ક્ષેત્રમાં કોવિડ-19 (Covid-19) નું નવું સ્વરૂપ મળી આવ્યા બાદ આવતા વર્ષે યોજાનાર મહિલા ODI વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ ઈવેન્ટને રદ કરી દીધી છે.

Cricket: ઝિમ્બાબ્વે પહોંચેલી શ્રીલંકન ટીમમાં કોરોના સંક્રમણ ફેલાયુ, 6 ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં
Sri Lankan Woman Cricket Team

Follow us on

રમતગમતની દુનિયામાં કોરોના (Corona virus) ફરી પાછો ફર્યો છે. કોરોનાના નવા વેરિઅન્ટ (Omicron) ની અસર દક્ષિણ આફ્રિકા, બ્રિટન અને ઝિમ્બાબ્વે જેવા દેશોમાં જોવા મળી રહી છે, જેના કારણે ઘણી લીગ અને મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ રદ કરવામાં આવી છે. ઝિમ્બાબ્વેમાં કોરોનાનો કહેર ત્યાં પહોંચેલી શ્રીલંકન ક્રિકેટ ટીમ (Sri Lankan Cricket Team) પર પણ તૂટી પડ્યો હતો. ICC વર્લ્ડ કપની ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચેલી શ્રીલંકાની મહિલા ટીમની છ ખેલાડીઓ કોરોનાથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આફ્રિકન ક્ષેત્રમાં કોવિડ-19ના નવા સ્વરુપને શોધી કાઢ્યા બાદ ICCએ શનિવારે હરારેમાં આગામી વર્ષે યોજાનાર મહિલા ODI વર્લ્ડ કપ માટે ચાલી રહેલા ક્વોલિફાયર્સને રદ કરી દીધા છે. જેનાથી રેન્કિંગના આધારે પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ ક્વોલિફાય થયા હતા. શ્રીલંકાની ટીમ પણ આ જ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવી હતી.

 

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

કોરોનાની ઝપેટમાં છ ખેલાડીઓ

આઈસીસીએ શનિવારે આ નિર્ણય લીધો હતો, કારણ કે શ્રીલંકન ટીમના સપોર્ટ સ્ટાફનો એક સભ્ય કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચેની મેચ સ્થગિત કરવામાં આવી હતી. હવે ટીમના છ ખેલાડીઓ પણ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. આ પછી, બોર્ડે તેના નિવેદનમાં કહ્યું, શ્રીલંકાની મહિલા ટીમને વહેલામાં વહેલી તકે દેશમાં પરત લાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. જોકે, બોર્ડે સ્પષ્ટ કર્યું નથી કે ખેલાડીઓ નવા વેરિઅન્ટથી પ્રભાવિત થયા છે કે કેમ.

 

ICC એ વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ રદ્દ કરી

ઝિમ્બાબ્વે વિરુદ્ધ પાકિસ્તાન અને યુએસ વિરુદ્ધ થાઈલેન્ડ વચ્ચેની ત્રણ અને બે નિર્ધારિત મેચો શનિવારથી શરૂ થઈ ગઈ હતી. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચેની દિવસની ત્રીજી મેચ શ્રીલંકાની ટીમના સપોર્ટ સ્ટાફના સભ્યએ કોવિડ-નો ટેસ્ટ કરાવ્યા બાદ રમાઈ શકી ન હતી. કારણ કે સપોર્ટ સ્ટાફનો એક કર્મચારી કોવિડ-19 પોઝિટિવ જણાયા હતા.

ICC ટૂર્નામેન્ટના વડા ક્રિસ ટેટલેએ જણાવ્યું હતું કે, આ ટૂર્નામેન્ટની બાકીની મેચો રદ્દ કરી દેવાથી અમે ખૂબ જ નિરાશ છીએ, પરંતુ આટલા ઓછા સમયમાં કેટલાય આફ્રિકન દેશોમાં પ્રવાસ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેના કારણે ટીમો સ્વદેશ પરત ફરી શકશે નહીં તેવું ગંભીર જોખમ હતું. ન્યુઝીલેન્ડમાં 4 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન યોજાનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનારી ટીમો ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ (યજમાન), પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ છે.

 

આ પણ વાંચોઃ IPL 2022: RCB ની સામે મોટી મુશ્કેલી! કયા ખેલાડીને રાખવો અને કોને છોડવો, કેપ્ટનશિપને લઇને પણ અનિશ્વિતતા!

આ પણ વાંચોઃ IND vs NZ: ચેતેશ્વર પુજારા અને રહાણેના બેટ થી નિરાશા, વિદેશ અને ઘર આંગણે નિરાશાજનક રમત, બંને માટે સર્જાઇ શકે છે મુશ્કેલી!

Published On - 9:55 pm, Sun, 28 November 21

Next Article