Cricket: ચોગ્ગા-છગ્ગાના ક્રિકેટના જમાનામાં નવાઈ ભરી વાત, આ ધરખમ બોલરો સામે કોઈ ખેલાડી સિક્સર ફટકારી શક્યો નથી

|

Jun 23, 2022 | 10:03 PM

ક્રિકેટ (Cricket) જગતમાં એવા પણ બોલરોની ધાક રહી છે, કે તેમના બોલ પર રન મેળવવો એટલે લોઢાના ચણા ચાવવા સમાન હતુ. આવા બોલરોના બોલ પર ચોગ્ગો અને છગ્ગો ફટકારવો એટલે ઉપલબ્ધી સમાન માનવુ રહ્યુ.

Cricket: ચોગ્ગા-છગ્ગાના ક્રિકેટના જમાનામાં નવાઈ ભરી વાત, આ ધરખમ બોલરો સામે કોઈ ખેલાડી સિક્સર ફટકારી શક્યો નથી
Cricket: એવા પાંચ બોલર કે જે ક્યારે છગ્ગાનો માર સહ્યા નથી

Follow us on

વર્તમાન સમયમાં ક્રિકેટ જગતમાં ચોગ્ગા અને છગ્ગા (Sixer) ની રાહ પળે પળ જોવાતી હોય છે. થોડીક મીનીટો બાઉન્ડરી વિના પસાર થઈ જાય તો બેટીંગ ટીમ જ નહી પરંતુ ફેન્સ પણ નિરાશા અનુભવવા લાગતા હોય છે અને બાઉન્ડરી મળતા જ જાણે કે રોમાંચનો ઓક્સિજન ભરાતો હોવાનો અહેસાસ થતો હોય છે. જોકે ક્રિકેટ (Cricket) જગતમાં એવા પણ બોલરોની ધાક રહી છે, કે તેમના બોલ પર રન મેળવવો એટલે લોઢાના ચણા ચાવવા સમાન હતુ. આવા બોલરોના બોલ પર ચોગ્ગો અને છગ્ગો ફટકારવો એટલે ઉપલબ્ધી સમાન માનવુ રહ્યુ. જોકે આમ છતાં પણ એવા પણ કેટલાક બોલરો રહ્યા છે. જેઓ તેમની પૂરી કરીયરમાં ક્યારેય પણ પોતાના બોલ પર છગ્ગાનો માર સહ્યો નથી. આવા જ પાંચ બોલરોની યાદી અહીં દર્શાવીશુ

મુદ્દસર નઝરઃ આ ખેલાડીએ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વતીથી 76 ટેસ્ટ મેચ રમી છે. જ્યારે તે 112 વન ડે મેચ રમી હતી. તેમણે 1976 થી 1989 વચ્ચે ક્રિકેટ જગતમાં પોતાની બોલીંગ વડે પોતાનુ કૌશલ્યુ દર્શાવ્યુ હતુ. લાહોરમાં જન્મેલા આ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં 5967 બોલ ડિલિવર કર્યા છે. જેમાં તેઓએ 2.54 ની ઈકોનોમીથી 2532 રન ગુમાવ્યા હતા. જોકે ક્યારેય એક પણ છગ્ગો સહ્યો નહોતો.

કીથ મિલરઃ આ ઓસ્ટ્રેલિયન બોલર 55 ટેસ્ટ મેચ રમી ચુક્યા છે. તેઓએ 10,461 બોલ ડિલિવર કરીને તેઓ 170 વિકેટ હાંસલ કરી ચુક્યા છે. આ દરમિયાન તેઓના એકેય બોલ પર કોઈ બેટ્સમેન છ રન મેળવી શક્યો નહોતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ડેરેક પ્રિંગલઃ ઈંગ્લેન્ડનો આ બોલર આમ તો કેન્યામાં જન્મ્યો હતો. તે મધ્ય ગતિના બોલર તરીકે જાણિતો હતો. ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વતીથી તેણે 30 ટેસ્ટ મેચ રમી છે. પરંતુ ડેરેક પ્રિંગલે 5287 બોલ ડિલિવર કરીને 70 વિકેટ ઝડપી હતી. પરંતુ આ દરમિયાન તેણે એક પણ બેટ્સમેનને પોતાના બોલ પર છગ્ગો આપ્યો નહોતો.

મોહમ્મદ હુસેનઃ પાકિસ્તાનના લાહોરમાં જન્મેલો આ ખેલાડી પાકિસ્તા ક્રિકેટ ટીમે વતી થી 27 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. તેમણે કુલ 5910 બોલ ડિલિવર કર્યા હતા અને 2.66 ની ઈકોનોમીથી 2628 રન આપ્યા હતા. આ બોલરે આ દરમિયાન છગ્ગા વડે રન ગુમાવ્યો નહોતો. તેઓ 1952 થી 1962 દરમિયાન આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટનો હિસ્સો રહ્યા હતા. ભારત પ્રવાસ દરમિયાન તેમણે ઓળખ બનાવી હતી.

નીલ હોકઃ ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી 1963 થી ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરીને 27 ટેસ્ટ મેત રમી હતી. જે દરમિયાન તેણે 6987 બોલ ડિલિવર કર્યા હતા. જેમાં તેણે છગ્ગો સહન કરવો નહોતો પડ્યો.

 

 

 

Published On - 10:03 pm, Thu, 23 June 22

Next Article