IPL 2023 ની ધમાલ વચ્ચે ઈંગ્લેન્ડમાં ચેતેશ્વર પુજારાએ ધમાલ મચાવી, જમાવી શાનદાર સદી
IPL 2023 ની ધમાલ હાલમાં જબરદસ્ત ચાલી રહી છે. સિઝનની 9 મેચ રમાઈ ચુકી છે. જેમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનનો ઉચાર ચડાવ જોવા મળી રહ્યો છે, આ દરમિયાન WTC Final ની તૈયારી રુપ ચેતેશ્વર પુજારા બેટથી ઈંગ્લેન્ડમાં ધમાવી રહ્યો છે.

હાલમાં IPL 2023 ની સિઝન ચાલી રહી છે. પ્રથમ 10 મેચ રમાઈ ચુકી છે અને જેમાં દેશ વિદેશના ખેલાડીઓ પોતાની તાકાત દર્શાવી રહ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલી, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, અશ્વિન સહિતના ભારતીય ખેલાડીઓ પોતાનો દમ દેખાડી રહ્યા છે. જોકે તેઓના પ્રદર્શનમાં શરુઆતે જ ઉતાર ચડાવ જોઈને ભારતીય ફેન્સને ચિંતાઓ સર્જાઈ રહી છે. જોકે આ દરમિયાન ઈંગ્લેન્ડથી સારા સમચાર આવ્યા છે. ભારતીય અનુભવી ખેલાડી ચેતેશ્વર પુજારા ઈંગ્લેન્ડમાં બેટ વડે ધમાલ મચાવી રહ્યો છે. તેણે કાઉન્ટી ક્રિકેટમાં રમતા શાનદાર સદી નોંધાવી છે.
WTC Final ઈંગ્લેન્ડમાં રમાનારી છે. આ પહેલા જ પુજારાની રમત ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર રુપ છે. જૂન મહિનાની શરુઆતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. આ પહેલા ભારતીય અનુભવી બેટર ઈંગ્લેન્ડની હવામાં સરસ રમત દર્શાવી રહ્યો છે.
આ પણ વાંચોઃ IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ ના કરોડપતિ ખેલાડીને એરપોર્ટ પર દાવ થઈ ગયો, કહ્યુ-આગળ નિકળો છુટ્ટા નથી, Video
સસેક્સ ટીમ માટે જમાવી સદી
ચેતેશ્વર પુજારા ઈંગ્લેન્ડના હોવમાં કાઉન્ટી ટીમ સસેક્સ માટે રમી રહ્યો છે. જ્યાં તેણે ડરહમ સામે સદી નોંધાવી છે. ભારતીય અનુભવી બેટરે સસેક્સ તરફથી રમતા 163 બોલનો સામનો કરીને 115 રન નોંધાવ્યા છે. આ દરમિયાન તેણે 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. અત્યાર સુધીમાં સસેક્સ ટીમ માટે પુજારા 14 ઈનીંગ રમી ચૂક્યો છે, જેમાં તેણે છઠ્ઠી સદી નોંધાવી છે. આમ ઈંગ્લેન્ડની ધરતી પર પુજારાની રમતને જોઈ કાંગારુઓને અત્યારથી જ પેટમાં ફાળમાં પડી શકે છે.
Magical 🧙♂️
💯 @cheteshwar1 pic.twitter.com/nZ1J3cxnit
— Sussex Cricket (@SussexCCC) April 7, 2023
ડરહમે 376 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં સસેક્સની ટીમે 91 રનના સ્કોરમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. આમ સસેક્સ ટીમ પર મુશ્કેલીઓના વાદળ ઘેરાયા હતા. પરંતુ ચેતેશ્વર પુજારાએ તેને વિખેરવા રુપ પ્રયાસ કર્યો હતો. પુજારાની સદીની મદદ થી બીજા દિવસની રમતના અંત સુધીમાં પુજારાની ટીમનો સ્કોર 332 રન 9 વિકેટ ગુમાવીને હતો. આમ પુજારાની રમતે ટીમને મેચમાં વાપસી કરાવી દીધી છે. જે પહેલા મોટી હારનુ સંકટ મંડરાઈ રહ્યુ હતુ.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…