ચેતેશ્વર પુજારા એ કાળઝાળ ગરમી વચ્ચે બતાવ્યો બેટીંગ પાવર, બેવડી સદી ફટકારતા જ 118 વર્ષ બાદ થયો આ કમાલ

|

Jul 20, 2022 | 10:07 PM

બુધવારે લોર્ડ્સમાં ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) એ 403 બોલમાં 231 રનની શાનદાર ઇનિંગ લોર્ડઝના મેદાનમાં રમી હતી. તેણે ઉમેશ યાદવ સહિતના બોલરોને ફટકાર્યા હતા.

ચેતેશ્વર પુજારા એ કાળઝાળ ગરમી વચ્ચે બતાવ્યો બેટીંગ પાવર, બેવડી સદી ફટકારતા જ 118 વર્ષ બાદ થયો આ કમાલ
Cheteshwar Pujara કાઉન્ટી ક્રિકેટમા શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે

Follow us on

ઈંગ્લેન્ડ (England) હાલમાં કાળજાર ગરમી વરસી રહી છે. આકરા ઉનાળાની ગરમી વચ્ચે ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) એ બુધવારે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર બેટ વડે હંગામો મચાવ્યો હતો. તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં મિડલસેક્સ સામે સસેક્સ (Sussex Cricket) માટે બેવડી સદી ફટકારી હતી. પૂજારાના બેટથી આ સિઝનમાં ત્રીજી વખત બેવડી સદી ફટકારવામાં આવી છે. મિડલસેક્સ સામે સસેક્સની કેપ્ટનશીપ કરતી વખતે પૂજારાએ 368 બોલમાં 200 રન પૂરા કર્યા હતા. આ દરમિયાન તેણે 19 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને પોતાની ટીમની સ્થિતિ મજબૂત કરી હતી. સસેક્સને છેલ્લો ફટકો પૂજારાના રૂપમાં 523 રનના સ્કોર પર લાગ્યો હતો. તે 403 બોલમાં 231 રન બનાવીને આઉટ થયો હતો.

સસેક્સના બેટ્સમેને 118 વર્ષ બાદ કર્યો કમાલ

પૂજારા 118 વર્ષ બાદ એક જ કાઉન્ટી સિઝનમાં ત્રણ બેવડી સદી ફટકારનાર સસેક્સનો પ્રથમ ખેલાડી બન્યો છે. તે છેલ્લી કેટલીક મેચોથી શાનદાર ફોર્મમાં છે. ભારત અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ એજબેસ્ટન ટેસ્ટમાં તેણે બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. મિડલસેક્સ સામેની મેચ પહેલા ટોમ હેઈન્સ ઈજાગ્રસ્ત થયા બાદ પૂજારાને સસેક્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. લિસેસ્ટરશાયર સામેની પાછલી મેચમાં હેઈન્સને હાથની ઈજા થઈ હતી, ત્યારબાદ તેને 5 થી 6 અઠવાડિયાના આરામની સલાહ આપવામાં આવી હતી. મિડલસેક્સ સામે પ્રથમ બેટિંગ કરતા સસેક્સે 35 ઓવરમાં 99 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

તેની આ બેવડી સદીને સન્માન આપવા માટે લોર્ડઝની બાલ્કનીમાં રહેલા સૌ કોઈ ઉભા થઈ ગયા હતા અને તાળીઓનો ગળગળાટ સ્ટેડિયમમાં આ સાથે જ થઈ ગયો હતો.

ડર્બીશાયર અને ડરહામ સામે બેવડી સદી

આ પછી પુજારાએ ટોમ સાથે મળીને 219 રનની શાનદાર ભાગીદારી કરી હતી. ભારતીય બેટ્સમેને અગાઉ ડર્બીશાયર અને ડરહામ સામે બેવડી સદી ફટકારી હતી. સસેક્સ માટે પૂજારાની આ પ્રથમ કાઉન્ટી સિઝન છે અને તેણે તેની ડેબ્યૂ સિઝનમાં જ હંગામો મચાવ્યો હતો. કેપ્ટન તરીકે આ તેની બેવડી સદી છે.

એજબેસ્ટન ટેસ્ટ પહેલા પુજારાએ મિડલસેક્સ સામે 170, ડરહામ સામે 203, વર્સેસ્ટરશાયર સામે 109, કાઉન્ટીમાં ડર્બીશાયર સામે અણનમ 201 રન બનાવ્યા હતા. મે મહિનામાં પુજારા મિડલસેક્સ સામે અણનમ 170 રન બનાવ્યા બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં પરત ફર્યો હતો. આ પહેલા તે શ્રીલંકા સામેની હોમ સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો.

 

 

Published On - 10:02 pm, Wed, 20 July 22

Next Article