CSK vs LSG, IPL 2020: ચેન્નાઈના બેટ્સમેનોએ મચાવી ધમાલ, લખનૌ સામે 211 રનનુ લક્ષ્ય રાખ્યુ, ઉથપ્પા અને દુબેની આક્રમક રમત
IPL 2020, CSK vs LSG: ટોસ હારીને બેટીંગ કરવાને લઈને રવિન્દ્ર જાડેજાએ કહ્યા પ્રમાણે મોટો સ્કોર લખનૌ સુપર જાયન્ટ્સ સામે નોંધાવ્યો હતો. ધોની (Dhoni) એ પોતાની રમતની શરુઆત છગ્ગા સાથે કરતા ફેન્સ પણ રોમાંચીત થઈ ગયા હતા.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની 7મી મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (Chennai Super Kings Vs Lucknow Super Giants) વચ્ચે રમાઈ રહી છે. કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને ચેન્નાઈની ટીમ બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. ગત સિઝનનો ઓરેન્જ કેપ વિજેતા પ્લેયર ઋતુરાજ ગાયકવાડ આ સિઝનમાં હજુ મોટી ઈનીંગ રમવામાં સફળ રહ્યો નથી. રોબિન ઉથપ્પા (Robin Uthappa) એ આક્રમક અડધી સદી ફટકારીને સારી શરુઆત ચેન્નાઈને કરાવી હતી. બાદમાં શિવમ દુબેએ પણ ઝડપી રમત રમી હતી. CSK એ 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 210 સ્કોર લખનૌ સામે ખડક્યો હતો.
ત્રીજી ઓવરમાં જ ચેન્નાઈએ તેની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જે વિકેટ ઋતુરાજ ગાયકવાડના સ્વરુપે હતી. તે માત્ર 1 જ રન ફટકારીને કમનસીબે રન આઉટ થયો હતો. આ સમયે જોકે ચેન્નાઈનો સ્કોર 28 રન હતો. રોબિન ઉથપ્પાએ ઋતુરાજની વિકેટનુ સહેજ પણ દબાણ ટીમ પર આવવા દીધુ નહોતુ અને મોઈન અલી સાથે મળીની સારી રમત દર્શાવી હતી. તેણે આક્રમક અડધી સદી ફટકારી દીધી હતી. મોઈન અલીએ પણ ઝડપી રમત રમીને 22 બોલમાં 35 રન ફટકાર્યા હતા. અંબાતી રાયડૂએ 20 બોલમાં 27 રન ફટકાર્યા હતા.
દુબે અડધી સદી ચુક્યો
બાદમાં શિવમ દુબેએ શાનદાર આક્રમક રમત રમી દર્શાવી હતી. જોકે તે આક્રમક રમત વેળા અવેશખાનનો શિકાર બન્યો હતો. આમ તે 1 રન માટે અડધી સદી ચૂકી ગયો હતો. તેણે 30 બોલમાં 49 રન ફટકાર્યા હતા. જેમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગા નોંધાવ્યા હતા. કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ 9 બોલમાં 17 રન નોંધાવ્યા હતા.ડ્વેન પ્રિટોરિયસે ગોલ્ડન ડક વિકેટ ગુમાવી હતી. ધોનીએ અણનમ 16 રન કર્યા હતા, ધોનીએ તેનો પ્રથમ બોલનો સામનો છગ્ગા સાથે કર્યો હતો, તેણે 1 છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
બિશ્નોઈ, અવેશ અને ટાયની 2-2 વિકેટ
રવિ બિશ્નોઈ એ આજે શાનદાર બોલીંગ કરી હતી. તેણે આક્રમક રમી રહેલા ઉથપ્પાની વિકેટ યોગ્ય સમયે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. બાદમાં અંબાતી રાયડૂને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે 4 ઓવરમાં 24 રન આપી 2 વિકેટ ઝડપી હતી. અવેશખાન અને એડ્યુ ટાયે 2-2 વિકેટ ઝડપી હતી.