
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલની એક તસવીરે હંગામો મચાવી દીધો છે. ખરેખર, ન્યુઝીલેન્ડ સામેની ટાઈટલ મેચમાં, વિરાટ કોહલીએ ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ગળે લગાવ્યો હતો. ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જાડેજા આ મેચ પછી નિવૃત્તિ લેશે. બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સાથે, નિવૃત્તિની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.
સૌથી મહત્વની વાત એ છે કે વિરાટ કોહલીએ રવીન્દ્ર જાડેજાની 10 ઓવર પૂરી થયા બાદ તેને ળે લગાવ્યો હતો. એટલા માટે જાડેજાની નિવૃત્તિની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે હવે ટીમ ઈન્ડિયા માટે નહીં રમે. જોકે, આ વાતોમાં કેટલી સત્યતા છે તે તો સમય જ કહેશે, કારણ કે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
Virat Kohli hugged Ravindra Jadeja after Jadeja bowled his spell. ❤️ pic.twitter.com/gznlREq52U
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025
રવીન્દ્ર જાડેજા નિવૃત્તિ લેશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. પરંતુ ચાહકોએ સ્વીકાર્યું છે કે આ તેની છેલ્લી મેચ હોય શકે છે. ઘણા ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી. ફેન્સે ભારતીય ઓલરાઉન્ડરનો આટલા લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા માટે રમવા અને સારું પ્રદર્શન કરવા બદલ આભાર માન્યો હતો. ચાહકોએ જાડેજાને નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવવાનું શરૂ કરી દીધું છે.
It’s last match for Ravindra Jadeja in the ODIs Happy Retirement ❤️ pic.twitter.com/78eIxKwSWL
— Ahmed Says (@AhmedGT_) March 9, 2025
રવીન્દ્ર જાડેજા દરેક મહત્વપૂર્ણ પ્રસંગે શાનદાર પ્રદર્શન કરવા માટે જાણીતો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પણ તેણે પોતાની જવાબદારી નિભાવી હતી. જાડેજાએ કિવી બેટ્સમેનોને રન બનાવવાની કોઈ તક આપી ન હતી. તેણે આખી મેચ દરમિયાન મજબૂત બોલિંગ કરી અને 10 ઓવરમાં માત્ર 3 ની ઈકોનોમી સાથે 30 રન આપ્યા. આ દરમિયાન જાડેજાએ ટોમ લેથમની એક મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી. તેણે મેચનો છેલ્લો બોલ 40મી ઓવરમાં નાખ્યો. આ પછી, કોહલી તેની પાસે આવ્યો અને બંનેએ એકબીજાને ગળે લગાવ્યા.
આ પણ વાંચો: Champions Trophy : ટીમ ઈન્ડિયાએ છોડ્યા 11 કેચ, ચેમ્પિયન્સ ટ્રોફીમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ
Published On - 7:39 pm, Sun, 9 March 25