Champions Trophy 2025
Image Credit source: ICC/ICC via Getty Images
ટૂર્નામેન્ટ શરૂ થવામાં 60 દિવસથી ઓછો સમય બાકી છે અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ આવી ગયું છે. BCCI અને PCB વચ્ચે ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા મડાગાંઠનો ઉકેલ શોધ્યા પછી, ICCએ આખરે ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું. ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે.
ફાઈનલ 9 માર્ચે યોજાશે
પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને યજમાન પાકિસ્તાન વચ્ચે કરાચીમાં થશે. ફાઈનલ 9 માર્ચે યોજાશે. સૌથી મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં રમશે, જેની માંગ BCCIપહેલાથી જ કરી રહી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે.
હાઈબ્રિડ મોડલમાં ટૂર્નામેન્ટ રમાશે
ભારત સરકારે આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની મંજૂરી આપી ન હતી જેનું આયોજન પાકિસ્તાનમાં થવા જઈ રહ્યું હતું. જેના કારણે BCCIએ ટૂર્નામેન્ટને હાઈબ્રિડ મોડલમાં આયોજિત કરવાની માંગ કરી હતી. છેલ્લા ઘણા દિવસોથી આ મુદ્દે બંને દેશના ક્રિકેટ બોર્ડ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું. આ કારણે ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરવામાં લગભગ એક મહિનાનો વિલંબ થયો હતો. હવે હાઈબ્રિડ મોડલમાં ટૂર્નામેન્ટ રમવા માટે સંમત થયા બાદ ICCએ પણ શેડ્યૂલને મંજૂરી આપી દીધી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી શેડ્યૂલ :
- 19 ફેબ્રુઆરી- પાકિસ્તાન vs ન્યુઝીલેન્ડ, કરાચી
- 20 ફેબ્રુઆરી- ભારત vs બાંગ્લાદેશ, દુબઈ
- 21 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન vs દક્ષિણ આફ્રિકા, કરાચી
- 22 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, લાહોર
- 23 ફેબ્રુઆરી-પાકિસ્તાન vs ભારત, દુબઈ
- 24 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ vs ન્યુઝીલેન્ડ, રાવલપિંડી
- 25 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી
- 26 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન vs ઈંગ્લેન્ડ, લાહોર
- 27 ફેબ્રુઆરી- પાકિસ્તાન vs બાંગ્લાદેશ, રાવલપિંડી
- 28 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન vs ઓસ્ટ્રેલિયા, લાહોર
- 1 માર્ચ- દક્ષિણ આફ્રિકા vs ઈંગ્લેન્ડ, કરાચી
- 2 માર્ચ- ન્યુઝીલેન્ડ vs ભારત, દુબઈ
- 4 માર્ચ- સેમિફાઈનલ 1, દુબઈ
- 5 માર્ચ-સેમિફાઈનલ 2, લાહોર
- 9 માર્ચ- ફાઈનલ- લાહોર.
ચેમ્પિયન્સ ટ્રોફી શેડ્યૂલના મહત્વના મુદ્દા
- ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. A ગ્રુપમાં પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને B ગ્રુપમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ.
- ભારતીય ટીમ તેની તમામ મેચ દુબઈમાં રમશે. જો ટીમ ફાઈનલમાં પહોંચશે તો ફાઈનલ લાહોરના બદલે દુબઈમાં જ યોજાશે.
- ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો 9 માર્ચે ફાઈનલ નહીં થાય તો મેચ 10 માર્ચે થશે.
- ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.
- ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.
આ પણ વાંચો: સ્મૃતિ મંધાનાને તેની જોરદાર રમતનું મળ્યું ઈનામ, ICCએ સિરીઝની મધ્યમાં આપ્યા સારા સમાચાર
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો