CCL 2023: ચેન્નાઈ સામે ભોજપુરી ટીમે 9 વિકેટે મેળવ્યો વિજય, મનોજ તિવારી અને આદિત્યની તોફાની રમત-Video

Bhojpuri Dabanggs Vs Chennai Rhinos: જયપુરમાં ચેન્નાઈ રિનોઝ અને ભોજપુરી દબંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી. અહીં રમાયેલી આ મેચમાં જબરદસ્ત બેટિંગ બંને ટીમ વતી જોવા મળી હતી.

CCL 2023: ચેન્નાઈ સામે ભોજપુરી ટીમે 9 વિકેટે મેળવ્યો વિજય, મનોજ તિવારી અને આદિત્યની તોફાની રમત-Video
CCL 2023: Bhojpuri Dabanggs won match against Chennai Rhinos
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 12:05 PM

સેલિબ્રિટી ક્રિકેટ લીગ માં શનિવારે બે મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ મેચ ચેન્નાઈ રિનોઝ અને ભોજપુરી દબંગ વચ્ચે રમાઈ હતી. ભોજપુરી ટીમે 9 વિકેટથી મેચને જીતી લીધી હતી. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનીંગમાં 3 વિકેટે 107 રન અને બીજી ઈનીંગમાં 5 વિકેટ ગુમાવીને 106 રન નોંધાવ્યા હતા. જવાબમાં ભોજપુરી ટીમે શાનદાર બેટિંગ વડે જીત મેળવી હતી.

જયપુરમા રમાયેલી આ મેચ જબરદસ્ત રહી હતી. બંને ટીમોએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યુ હતુ. ભોજપુરી ટીમે પ્રથમ ઈનીંગમાં 134 રનનો સ્કોર માત્ર 2 વિકેટ ગુમાવીને નોંધાવ્યો હતો. જ્યારે બીજી ઈનીંગમાં 1 વિકેટના નુક્શાન પર જરુરી 83 રન નોંધાવ્યા હતા. આમ સ્ટાર અભિનેતા મનોજ તિવારીની આગેવાની ધરાવતી ભોજપુરી ટીમે 9 વિકેટથી વિજય મેળવ્યો હતો.

એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો
આ ખોરાક ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ

જયપુર તરફથી વિશાલ ચમક્યો

વિક્રાંત અને ભરત ઓપનીંગ જોડીના રુપમાં પ્રથમ ઈનીંગમાં આવ્યા હતા. જોકે વિક્રાંત માત્ર 4 રન નોંધાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. જ્યારે ભરતે 25 બોલનો સામનો કરીને 43 રન નોંધાવ્યા હતા. વિશાલે 2 છગ્ગા સાથે 20 બોલમાં 33 રન નોંધાવ્યા હતા. બી શાંતનૂ એ 10 બોલ રમીને 19 રન નોંધાવ્યા હતા. શાંતનૂએ પણ એક શાનદાર છગ્ગો નોંધાવ્યો હતો. ચેન્નાઈ તરફથી પ્રથમ ઈનીંગમાં 4 છગ્ગા નોંધાયા હતા. બીજી ઈનીંગમાં ઓપનર તરીકે વિશાલ આવ્યો હતો. તેણે 35 બોલનો સામનો કરીને તોફાની રમત વડે 68 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર પૃથ્વીએ 13 બોલમાં 18 રન નોંધાવ્યા હતા. પૃથ્વીએ પણ એક છગ્ગો જમાવ્યો હતો. બી શાંતાનૂએ એ બીજી ઈનીંગમાં માત્ર 4 રન નોંધાવ્યા હતા. વિકેટકીપર બેટર રમાનાએ 6 રન અને દશરથને 4 રન નોંધાવ્યા હતા. કે અરાસને શૂન્ય રન પર અણનમ રહ્યો હતો. આમ બીજી ઈનીંગમાં 106 રન 5 વિકેટ ગુમાવીને નોંધાવ્યા હતા.

ભોજપુરી ટીમે દેખાડ્યો દમ

આદીત્ય ઓઝા અને પ્રવેશ લાલ યાવદ ઓપનર તરીકે પ્રથમ ઈનીંગમાં ક્રિઝ આવ્યા હતા. બંનેએ અર્ધશતકીય પાર્ટનરશિપ નોંધાવી હતી. આદિત્ય ઓઝાએ 31 બોલમાં 69 રનની તોફાની રમતના દર્શન કરાવ્યા હતા. ઓઝાએ તોફાની ઈનીંગ દરમિયાન 5 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 55 મિનીટ બેટિંગ કરી હતી. જોકે સાથી ઓપનર પ્રવેશ 10 બોલનો સામનો કરીને 18 રન નોંધાવી પ્રથમ વિકેટના રુપમાં પરત ફર્યો હતો. તેણે 2 છગ્ગા જમાવ્યા હતા. વિકેટકીપર બેટર અંશુમાન સિંહે 7 રન અને એઆર ખાને અણનમ 25 રન 12 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. આ દરમિયાન 1 છગ્ગો ફટકાર્યો હતો.

મનોજ તિવારી બીજી ઈનીંગમાં ઓપનર તરીકે ઉતરતા અણનમ 48 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 23 બોલનો સામનો કરીને તોફાની રમત રમી હતી. તિવારીએ 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી આ રન નોંધાવ્યા હતા. ઉદય તિવારીએ 14 રન નોંધાવ્યા હતા. જ્યારે એઆર ખાને ત્રીજા ક્રમે આવીને 18 રન 9 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. આમ 7.3 ઓવરમાં જ ભોજપુરી ટીમે ચેન્નાઈ પર 1 વિકેટના નુક્શાન પર વિજય મેળવ્યો હતો.

અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં
યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં
g clip-path="url(#clip0_868_265)">