વિરેન્દ્ર સેહવાગનો ભાઈ મુશ્કેલીમાં તેના વિરુદ્ધ FIR નોંધાઈ, જાણો શું છે મામલો?
ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ (Virendra Sehwag)ના ભાઈ વિનોદ સેહવાગ કંપનીના માલિક છે. તેમનો મોટો ધંધો ત્રણ લોકોની ભાગીદારીમાં ચાલી રહ્યો છે. પરંતુ તેમની સામે નાણાકીય છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. મામલો કોર્ટમાં પહોંચ્યો છે. પોલીસે તેની સામે આઈપીસીની કલમ 174-એ, કલમ 82 હેઠળ કેસ નોંધ્યો છે.

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ (Virendra Sehwag)નો ભાઈ મોટી મુશ્કેલીમાં મુકાયો છે. વિરેન્દ્ર સહેવાગના ભાઈ વિનોદ સહેવાગ પર ચંદીગઢમાં કેસ નોંધાયો છે. વિનોદ સહેવાગની સાથે-સાથે અન્ય 2 લોકો વિરુદ્ધ્ પર ચંદીગઢ પોલીસે કેસ નોંધ્યો છે.
જાણકારી મુજબ આ કેસ ચંદીગઢના મનીમાજારા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. વિનોદ સહેવાગ પર આ કેસ ચેક બાઉન્સ સાથે જોડાયેલો છે. પોલીસે વિનોદ અને તેના 2 મિત્રો પર આઈપીસીની કલમ 174-A, કલમ 82 હેઠળ કેસ દાખલ કર્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો ?
વિરેન્દ્ર સહેવાગના ભાઈ વિનોદ સહેવાગની રોહતકમાં ફેક્ટરી ચાલે છે. તેની આ ફેક્ટરી બહાદુરગઢની પાસે છે. જેનું નામ જલ્ટા ફુડ એન્ડ બિવરેજિસ ફેક્ટરી છે. જે પ્લાસ્ટિકની બોટલમાં જલજીરા, કોલ્ડ ડ્રિંક્સ ભરવાનું કામ કરે છે.
મળતી માહિતી મુજબ આ ફેક્ટરીમાં વિનોદ સેહવાગ સિવાય સુધીર મલ્હોત્રા અને વિષ્ણુ મિત્તલ પણ તેના બિઝનેસ પાર્ટનર છે. આ ફેક્ટરી બદ્દી સ્થિત નૈના પ્લાસ્ટિક ફેક્ટરીમાંથી બોટલ ખરીદતી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જલતા ફૂડ ફેક્ટરીએ નૈના પ્લાસ્ટિકને ચેક આપ્યો હતો પરંતુ જ્યારે તેણે બેંકમાં ચેક જમા કરાવ્યો તો તે બાઉન્સ થઈ ગયો.
આ પણ વાંચો : Asian Games 2023 શૂટિંગમાં ગોલ્ડ, વુશુમાં સિલ્વર મેડલ, એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન
કોર્ટે આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા છે
વિનોદ સેહવાગની ફેક્ટરીનો ચેક બાઉન્સ થતાં ફરિયાદીએ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને જલતા ફૂડ કંપનીના સંચાલકો સામે ચેક બાઉન્સનો કેસ કર્યો હતો. જેના પર કોર્ટે આરોપીઓને પણ ભાગેડુ જાહેર કર્યા છે.
પંચકુલાના સેક્ટર 12માં રહેતા કૃષ્ણ મોહને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (NI) એક્ટની કલમ 138 હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.