CPL 2022: જમૈકા બન્યુ ચેમ્પિયન, બ્રાન્ડોન કિંગની વિસ્ફોટક રમત વડે બાર્બાડોઝ સામે 8 વિકેટે ફાઈનલમાં મેળવ્યો વિજય

|

Oct 01, 2022 | 10:14 AM

બાર્બાડોસ (Barbados Royals) રોયલ્સે ફાઈનલ મેચમાં જમૈકા (Jamaica Tallawahs) ને 162 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે જમૈકાએ 2 વિકેટના નુકસાને સરળતાથી મેળવી લીધો હતો.

CPL 2022: જમૈકા બન્યુ ચેમ્પિયન, બ્રાન્ડોન કિંગની વિસ્ફોટક રમત વડે બાર્બાડોઝ સામે 8 વિકેટે ફાઈનલમાં મેળવ્યો વિજય
Jamaica Tallawahs એ CPL 2022 ની ફાઈનલ જીતી

Follow us on

જમૈકન તૈલવાહ (Jamaica Tallawahs) ની 5 વર્ષની લાંબી રાહ પૂરી થઈ છે. જમૈકાએ કેરેબિયન પ્રીમિયર લીગ (Caribbean Premier League 2022) નો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં બાર્બાડોસ રોયલ્સને 8 વિકેટથી હરાવ્યું હતું. આ જીતનો તાજ બ્રાન્ડોન કિંગ (Brandon King) ના માથા પર સજાવવામાં આવ્યો હતો, જેણે બાર્બાડોસને ચોગ્ગા અને છગ્ગાના વરસાદમાં ઉડાવી દીધું હતું. કિંગે અણનમ 83 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 13 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા બાર્બાડોસે 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને જમૈકાએ 2 વિકેટના નુકસાને આસાનીથી હાંસલ કરી લીધો હતો.

બ્રાન્ડોન કિંગ અને શમરાહ બ્રુક્સ આ જીતના સ્ટાર હતા. પહેલા બોલરોએ કમાલ કર્યો, પછી બેટ્સમેનોએ પોતાનુ જબરદસ્ત યોગદાન આપ્યું. કિંગે 50 બોલમાં 83 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે બ્રુક્સે 33 બોલમાં 47 રન બનાવ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આઝમ ખાને પણ ઇનિંગની કમાન સંભાળી હતી

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાર્બાડોસે નિર્ધારિત ઓવરમાં 7 વિકેટે 161 રન બનાવ્યા હતા. પાકિસ્તાની દિગ્ગજ મોઈન ખાનના પુત્ર આઝમ ખાને સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. આઝમે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે, રહકિમ કોર્નવોલે 21 બોલમાં 36 રન બનાવ્યા હતા. કોર્નવોલે સુકાની કાયલ મેયર્સ સાથે બાર્બાડોસને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે 63 રનની ભાગીદારી થઈ હતી.

 

શાનદાર શરૂઆત બાદ પણ ખરાબ સ્થિતી

રાહકિમ કોર્નવોલ પેવેલિયન પરત ફર્યા બાદ મેયર્સ પણ તરત જ આઉટ થયો હતો. આ પછી આઝમે જવાબદારી લીધી અને જેસન હોલ્ડર સાથે મળીને ઈનિંગ્સને 100 રનથી આગળ લઈ ગઈ. બાર્બાડોસને ત્રીજો ફટકો 117 રન પર હોલ્ડર્સના રૂપમાં લાગ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર ખેલાડી હોલ્ડર માત્ર 17 રન બનાવી શક્યો હતો. આ પછી બાર્બાડોસનો દાવ ખોરવાઈ ગયો. આઝમને કોઈ મજબૂત સમર્થન મળ્યું ન હતું. નજીબુલજાહ ઝરદાન 6, કોર્બીન 7 અને ડેવોન થોમસ માત્ર 7 રન બનાવી શક્યા હતા.

જમૈકાએ ખરાબ શરૂઆત પછી સ્થિતી સંભાળી

બાર્બાડોસથી વિપરીત, જમૈકાની ટીમ નબળી શરૂઆત બાદ પુનઃપ્રાપ્ત થઈ. પહેલી જ ઓવરમાં કેનર લુઈસના રૂપમાં જમૈકાને 1 રનમાં પહેલો ફટકો લાગ્યો હતો. આ પછી કિંગ અને બ્રુક્સે ઈંનીંગ સંભાળી અને 1 રનથી સીધા 87 રન સુધી લઈ ગયા. 11મી ઓવરના બીજા બોલ પર બ્રુક્સ પેવેલિયનમાં પરત ફર્યો હતો, પરંતુ કિંગ છેલ્લા સુધી ક્રિઝ પર રહ્યો હતો અને બ્રુક્સ બાદ કેપ્ટન પોવેલે તેને અંત સુધી સાથ આપ્યો હતો, જે ટીમને ટાઈટલ અપાવ્યા બાદ જ પરત ફર્યો હતો.

Published On - 9:19 am, Sat, 1 October 22

Next Article