Asia Cup Rising Stars : ભારત સતત બીજી વખત ફાઈનલમાં પહોંચ્યું, પાકિસ્તાન સામે થઈ શકે ટક્કર

મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 ની પહેલી સેમિફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચ 6 વિકેટથી જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતની જીતની હીરો કેપ્ટન રાધા યાદવ રહી હતી.

Asia Cup Rising Stars : ભારત સતત બીજી વખત ફાઈનલમાં પહોંચ્યું, પાકિસ્તાન સામે થઈ શકે ટક્કર
Womens Asia Cup Rising Stars
Image Credit source: X/BCCI
| Updated on: Feb 20, 2026 | 5:41 PM

T20 વર્લ્ડ કપ 2026 વચ્ચે ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. ભારત A ટીમે મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 ના ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બેંગકોકના ટેર્ડથાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને સેમિફાઈનલ મેચ જીતી લીધી હતી. શાનદાર બોલિંગ કરનાર કેપ્ટન રાધા યાદવ આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતની હીરો રહી હતી.

શ્રીલંકાની ટીમ સસ્તામાં ઓલઆઉટ

સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકાની A ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારતીય બોલરોએ તેમને મોટા શોટ રમવા જ ના દીધા અને શ્રીલંકાની આખી ટીમ 19.4 ઓવરમાં ફક્ત 118 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સંજના કવિંદીએ 35 બોલમાં સૌથી વધુ 31 રન બનાવ્યા હતા. શશિની ગિમ્હાનીએ 17 બોલમાં 22 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જ્યારે હંસિમા કરુણારત્નેએ 14 રન અને સત્યા સંદીપાનીએ 15 રનનું યોગદાન આપ્યું હતું.

 

ભારતીય ખેલાડીઓની મજબૂત બોલિંગ

દરમિયાન, ભારતની કેપ્ટન રાધા યાદવ મેચમાં સૌથી સફળ બોલર રહી હતી. તેણે 3.4 ઓવરમાં 19 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે પ્રેમા રાવતે 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 2 વિકેટ લીધી હતી. તનુજા કંવરે પણ 2 વિકેટ લીધી હતી, જેનાથી શ્રીલંકાને 120 રનમાં રોકી દેવામાં આવ્યું હતું.

 

ભારતે સરળતાથી લક્ષ્યનો પીછો કર્યો

જવાબમાં, ભારતીય ટીમે પીછો કરવા માટે મજબૂત શરૂઆત કરી. વૃંદા દિનેશે 20 બોલમાં 8 ચોગ્ગા સહિત 42 રન બનાવ્યા હતા. અનુષ્કા શર્માએ પણ 18 બોલમાં 27 રન બનાવ્યા હતા. કેપ્ટન રાધા યાદવ 31 રન બનાવી અણનમ રહી હતી, જેના કારણે ભારતે માત્ર 13.3 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

T20 WC Breaking : સુપર 8 માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી અભિષેક શર્મા સહિત આ 3 ખેલાડીઓ થશે બહાર!