AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગજબ બેઈજ્જતી… બાંગ્લાદેશે પાકિસ્તાનને કચડી નાખ્યું, સતત ત્રીજી ટેસ્ટમાં હરાવ્યું

બાંગ્લાદેશે ફક્ત બે વર્ષમાં સતત ત્રીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે. આ પહેલા 2024 માં બાંગ્લાદેશી ટીમે પાકિસ્તાનને તેના જ ઘરઆંગણે 2-0 થી ક્લીન સ્વીપ કરીને ઇતિહાસ રચ્યો હતો. હવે મીરપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં પાકિસ્તાનને 104 રનથી હરાવ્યું અને જીતની હેટ્રિક નોંધાવી હતી.

Breaking News: ગજબ બેઈજ્જતી... બાંગ્લાદેશે પાકિસ્તાનને કચડી નાખ્યું, સતત ત્રીજી ટેસ્ટમાં હરાવ્યું
Bangladesh beat PakistanImage Credit source: X
| Updated on: May 12, 2026 | 5:31 PM
Share

“ન ઘર કે રહે ન ઘાટ કે” આ પ્રખ્યાત હિન્દી કહેવત પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે એકદમ યોગ્ય છે, જેને બાંગ્લાદેશના હાથે ફરી એક શરમજનક હારનો સામનો કરવો પડ્યો. બાંગ્લાદેશે મીરપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં પાકિસ્તાનને 104 રનથી હરાવ્યું, અને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી. કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોની શાનદાર ઇનિંગ બાદ ફાસ્ટ બોલર નાહિદ રાણાએ પાકિસ્તાન પર ભારે તબાહી મચાવી દીધી, અંતિમ દિવસે અડધી ટીમને આઉટ કરી દીધી.

બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવ્યું

12 મેના રોજ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચના અંતિમ દિવસ, બાંગ્લાદેશે પોતાનો બીજો દાવ 9 વિકેટે 240 રન પર ડીકલેર કર્યો. આમ, પાકિસ્તાન પાસે જીતવા માટે 268 રનનો લક્ષ્યાંક હતો, જેમાં લગભગ 70 ઓવર બાકી હતી અને ફક્ત બે સેશન બાકી હતા. જોકે, બાંગ્લાદેશના બોલરોએ તેનાથી પણ ઓછા સમયમાં પાકિસ્તાનને ફક્ત 163 રનમાં ઓલઆઉટ કરી દીધું અને શાનદાર વિજય મેળવ્યો.

23 વર્ષીય બોલર સામે પાકિસ્તાની ખેલાડીઓ ઘૂંટડીયે

પાકિસ્તાનની આ દુર્દશામાં સૌથી મોટો ફાળો 23 વર્ષીય ફાસ્ટ બોલર નાહિદ રાણાનો હતો, જેની ધમાકેદાર સ્પીડ અને સચોટ લાઈન પાકિસ્તાની બેટ્સમેન માટે સમજવી મુશ્કેલ હતી. નાહિદે પ્રથમ ઇનિંગમાં ફક્ત એક જ વિકેટ લીધી હતી, પરંતુ મેચના અંતિમ દિવસે મીરપુરની પીચ પર જે સામાન્ય રીતે સ્પિનરોને પસંદ કરે છે, તેણે તબાહી મચાવી દીધી. બાંગ્લાદેશી ઝડપી બોલરે એકલા હાથે પાંચ વિકેટ લીધી, પાકિસ્તાનને સંપૂર્ણપણે ખતમ કરી નાખ્યું. તેણે છેલ્લા બેટ્સમેન શાહીન શાહ આફ્રિદીને પણ આઉટ કરીને બાંગ્લાદેશને આ શાનદાર જીત અપાવી હતી.

સતત ત્રીજી ટેસ્ટમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવ્યું

આ સાથે, બાંગ્લાદેશે સતત ત્રીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે. આ પહેલા બાંગ્લાદેશે 2024 માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને 2-0 થી ટેસ્ટ શ્રેણી ક્લીન સ્વીપ કરી હતી. બાંગ્લાદેશે રાવલપિંડીમાં પહેલી ટેસ્ટ 10 વિકેટથી અને બીજી 6 વિકેટથી જીતી હતી. હવે, 104 રનની મોટી જીત સાથે બાંગ્લાદેશે જીતની હેટ્રિક હાંસલ કરી છે. આનાથી ઝિમ્બાબ્વે પછી પાકિસ્તાન એકમાત્ર ટીમ બની ગઈ છે જેની સામે બાંગ્લાદેશે સતત ત્રણ ટેસ્ટ મેચ જીતી છે.

Breaking News: T20 વર્લ્ડ કપમાં રમવા આ ક્રિકેટરે 37 વર્ષની ઉંમરે નિવૃત્તિ પાછી ખેંચી, દેશ માટે લીધો મોટો નિર્ણય

Follow Us
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
g clip-path="url(#clip0_868_265)">