WPL 2027 Mini Auction: 25 ખેલાડીઓ પર લાગ્યો દાવ, યુવાઓ પર ફ્રેન્ચાઇઝીઓનો વિશ્વાસ

મહિલા પ્રીમિયર લીગ (WPL) 2027 માટેની હરાજી પૂર્ણ થઈ ગઈ છે. આ હરાજીમાં કુલ 25 ખેલાડીઓને વિવિધ ટીમોએ ખરીદ્યા હતા. ઓસ્ટ્રેલિયાની સોફી મોલિનેક્સ સૌથી મોંઘી ખેલાડી બની, જેને યુપી વોરિયર્સે ₹1.1 કરોડમાં ખરીદી હતી. બીજી તરફ, ગુજરાત જાયન્ટ્સે 16 વર્ષની સમૈરા રાઘવને બેઝ પ્રાઇસ ₹10 લાખમાં પોતાની ટીમમાં સામેલ કરી હતી.

WPL 2027 Mini Auction: 25 ખેલાડીઓ પર લાગ્યો દાવ, યુવાઓ પર ફ્રેન્ચાઇઝીઓનો વિશ્વાસ
wpl mini auction 2026
Image Credit source: X
| Updated on: Oct 28, 2026 | 10:09 PM

મહિલા પ્રીમિયર લીગ (WPL) 2027 માટેની હરાજીમાં યુવા ખેલાડીઓ પર પણ ટીમોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત જાયન્ટ્સે દિલ્હીની બેટ્સમેન સમૈરા રાઘવને ₹10 લાખની બેઝ પ્રાઇસમાં ખરીદી હતી. 16 વર્ષની સમૈરા તેની આક્રમક બેટિંગ અને લાંબા છગ્ગા ફટકારવાની ક્ષમતા માટે જાણીતી છે. આ ખરીદી સાથે તે હરાજીમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

15 વર્ષની ઉમા કાશ્વી સૌથી યુવા ખેલાડી

આ હરાજીમાં 15 વર્ષની ઉમા કાશ્વીનું નામ પણ ચર્ચામાં રહ્યું હતું. દિલ્હી કેપિટલ્સે તેને પોતાની ટીમમાં સામેલ કરી હતી. યુવા ઓલરાઉન્ડર ઉમા કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરે છે અને ભારતની અંડર-19 ટીમ માટે પણ રમી ચૂકી છે. WPL જેવી મોટી લીગમાં યુવા ખેલાડીઓને તક મળવી તેમના માટે આગળ વધવાનો માર્ગ ખોલી શકે છે.

યુપી વોરિયર્સે સૌથી વધુ ખર્ચ કર્યો

ટીમ પ્રમાણે ખરીદીની વાત કરીએ તો યુપી વોરિયર્સે સુષ્મા વર્મા, સહાના પવાર, મનાલી દક્ષિણી, કેથરીન બ્રાઇસ, ગ્રેસ હેરિસ, સ્નેહ રાણા, સોફી મોલિનેક્સ અને આશા શોભનાને ખરીદ્યાં હતાં. ગુજરાત જાયન્ટ્સે જી. કમલિની, સમૈરા રાઘવ અને ઓર્લા પ્રેન્ડરગાસ્ટને ટીમમાં સામેલ કરી હતી.

દિલ્હી-મુંબઈએ યુવાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો

દિલ્હી કેપિટલ્સે કિરણ નવગીરે, નજમા ખાન, ઉમા કાશ્વી અને કિર્સ્ટી ગોર્ડનને ખરીદ્યાં હતાં. મુંબઈ ઇન્ડિયન્સે શ્વેતા સેહરાવત, સાનિકા ચાલકે, દિશા કાસત, લતિકા ઇનામદાર, ભારતી રાવલ અને અક્ષિતા ભગત પર દાવ લગાવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે વૃંદા દિનેશ, તેજલ હસબનીસ, ચોલ ટ્રોયન અને જેસ જોન્સનને પોતાની ટીમમાં સામેલ કર્યાં હતાં.

યુપી-RCB 17 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે

હરાજી બાદ યુપી વોરિયર્સે તમામ 18 ખેલાડીઓનું સ્ક્વોડ પૂર્ણ કર્યું હતું અને તેની પાસે હજુ ₹1 કરોડથી વધુ રકમ બાકી હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર પાસે એક-એક ખેલાડીનું સ્થાન ખાલી હતું. આ બંને ટીમો આગામી સિઝનમાં 17 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે.

WPL 2027 ની હરાજીમાં સોલ્ડ 25 ખેલાડીઓ

  1. સોફી મોલિનેક્સ, યુપી વોરિયર્સ, રૂ. 1.1 કરોડ
  2. કિરણ નવગિરે, દિલ્હી કેપિટલ્સ, રૂ. 75 લાખ
  3. જેસ જોનાસેન, આરસીબી, રૂ. 40 લાખ
  4. જી. કમાલિની, ગુજરાત જાયન્ટ્સ, રૂ. 40 લાખ
  5. ગ્રેસ હેરિસ, યુપી વોરિયર્સ, રૂ. 30 લાખ
  6. તેજલ હસાબનીસ, આરસીબી, રૂ. 30 લાખ
  7. ઓર્લા પ્રેન્ડરગાસ્ટ, ગુજરાત જાયન્ટ્સ, રૂ. 30 લાખ
  8. સ્નેહ રાણા, યુપી વોરિયર્સ, રૂ. 30 લાખ
  9. આશા સોભના, યુપી વોરિયર્સ, રૂ. 30 લાખ
  10. ક્લો ટ્રાયન, આરસીબી, રૂ. 30 લાખ
  11. સુષ્મા વર્મા, યુપી વોરિયર્સ, રૂ. 30 લાખ
  12. શ્વેતા સેહરાવત, મુંબઈ ઇન્ડિયન્સ, રૂ. 20 લાખ
  13. અક્ષિતા ભગત, મુંબઈ ઇન્ડિયન્સ, રૂ. 10 લાખ
  14. કેથરિન બ્રાયસ, યુપી વોરિયર્સ, રૂ. 10 લાખ
  15. સનિકા ચાલકે, મુંબઈ ઈન્ડિયન્સ, રૂ. 10 લાખ
  16. મનાલી દક્ષિણી, યુપી વોરિયર્સ, રૂ. 10 લાખ
  17. વૃંદા દિનેશ, આરસીબી, રૂ. 10 લાખ
  18. કિર્સ્ટી ગોર્ડન, દિલ્હી કેપિટલ્સ, રૂ. 10 લાખ
  19. લતિકા ઇનામદાર, મુંબઈ ઈન્ડિયન્સ, રૂ. 10 લાખ
  20. દિશા કાસત, મુંબઈ ઈન્ડિયન્સ, રૂ. 10 લાખ
  21. ઉમા કાશવી, દિલ્હી કેપિટલ્સ, રૂ. 10 લાખ
  22. નઝમા ખાન, દિલ્હી કેપિટલ્સ, રૂ. 10 લાખ
  23. સહના પવાર, યુપી વોરિયર્સ, રૂ. 10 લાખ
  24. સમાયરા રાઘવ, ગુજરાત જાયન્ટ્સ, રૂ. 10 લાખ
  25. ભારતી રાવલ, મુંબઈ ઈન્ડિયન્સ, રૂ. 10 લાખ

Breaking News: 15 વર્ષની ઉમા કાશ્વીએ રચ્યો ઈતિહાસ, WPLમાં સૌથી નાની ઉંમરની ખેલાડી બની

 

Published On - 10:06 pm, Wed, 28 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.