Breaking News : “ટ્રોફી ચોર” ના નારા લાગ્યા, મોહસીન નકવી સ્ટેડિયમમાંથી ભાગતો જોવા મળ્યો, જુઓ Video

Women's T20 Asia Cup 2026નો ખિતાબ ભારતે જીત્યો છે. પરંતુ તેમણે મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ના પાડી હતી. ત્યારબાદ નકવી ને ચાહકો ટ્રોફી ચોર કહેતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Breaking News  :  ટ્રોફી ચોર ના નારા લાગ્યા, મોહસીન નકવી સ્ટેડિયમમાંથી ભાગતો જોવા મળ્યો, જુઓ Video
Image Credit source: AI
| Updated on: Sep 14, 2026 | 9:38 AM

દુબઈમાં ફરી એ સ્ટોરી રિપીટ થઈ છે. જે 350 દિવસ પહેલા જોવા મળી હતી. જેમાં મોહસિન નકવી ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તફાવત માત્ર એટલો હતો કે, ભારતીય પુરુષ ટીમના સ્થાને ભારતીય મહિલા ટીમ આ વખતે હતી. પુરુષ એશિયા કપને બદલે મહિલા એશિયા કપ હતો. 13 સપ્ટેમ્બર 2026ના મોહસિન નકવીના આબરુના ધજાગરા થયા હતા. જે 28 સપ્ટેમ્બર 2026ના પણ થયા હતા. આ વખતે સ્ટેડિયમમાં ટ્રોફી ચોરના નારા પણ સાંભળવા મળ્યા હતા.

ભારતીય મહિલા ટીમે મોહસિન નકવીની મજાક ઉડાવી

ભારતની મહિલા ક્રિકેટ ટીમે 13 સપ્ટેમબર 2026ના રોજ મહિલા એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાને 72 રનથી હરાવ્યું હતુ. આ મોટી જીત બાદ ધમાલ મચી હતી. જ્યારે ભારતીય મહિલા ટીમે પણ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ના પાડી હતી. પીસીબી ચેરમેન હોવાની સાથે એસીસી ચીફ હોવાની સાથે મોહસિન નકવી પહેલા તો ટ્રોફી આપવા માટે સ્ટેજ પર ભારતીય ટીમની રાહ જોતો હતો. 15-20 મિનિટ પછી ભારતીય મહિલા ટીમે નક્કી કર્યું કે, તે નકવીના હાથે ટ્રોફી લેશે નહી.

 

 

ટીમ ઈન્ડિયાએ ના કહ્યા પછી નકવી સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા

આ જાહેર અપમાન પછી, મોહસીન નકવી સ્ટેડિયમમાંથી ભાગી જતા જોવા મળ્યા. તે ઝડપથી સ્ટેડિયમની બહાર નીકળી ગયા હતા.

 

 

ટ્રોફી ચોરના નારા લાગ્યા

મોહસિન નકવી સ્ટેડિયમમાંથી બહાર જતાં જોઈ ત્યાં રહેલા ચાહકોએ ટ્રોફી ચોરના નારા લગાવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

 

 

 

Women’s Asia Cup Final : ભારતે શ્રીલંકાને હરાવીને 2024ની હારનો બદલો લીધો, 8મી વખત એશિયા કપ જીત્યો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.