ભારત-અફઘાનિસ્તાન સીરિઝથી આ દેશને થયું મોટું નુકસાન, ટીમ ઇન્ડિયા હવે પ્રવાસ નહીં કરે!

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં 3 ટી20 મેચની સીરિઝ રમાશે. જેનું આયોજન નવી દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. પરંતુ આને લઈ ટીમ ઈન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ ખતરામાં પડ્યો છે.

ભારત-અફઘાનિસ્તાન સીરિઝથી આ દેશને થયું મોટું નુકસાન, ટીમ ઇન્ડિયા હવે પ્રવાસ નહીં કરે!
| Updated on: Aug 12, 2026 | 10:26 AM

ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પ્રવાસ પર છે. અહી તે ટેસ્ટ સીરિઝ રમવાની તૈયારી કરી રહી છે. આ સીરિઝ 15 ઓગસ્ટથી શરુ થઈ 27 ઓગસ્ટ સુધી ચાલશે. આ સીરિઝ પછી ટીમ ઈન્ડિયા શું કરશે. તેની પણ જાહેરાત હવે થઈ ચૂકી છે. સપ્ટેમ્બરમાં ભારત અને અફઘાનિસ્તા વચ્ચે 3 મેચની એક ટી20 સીરિઝ રમાશે. જેની ઓફિશિયલી જાહેરાત થઈ ચૂકી છે. આ સીરિઝથી અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ખુશ છે. તો ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસની શક્યતાઓ લગભગ હવે પૂર્ણ થઈ ચૂકી છે.

ટીમ ઈન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ મુશ્કેલીમાં

છેલ્લા કેટલાક દિવસની શક્યતાઓ અને અટકળો પછી ભારત અને અફઘાનિસ્તાનની ટી20 સીરિઝ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે મંગળવાર 11 ઓગસ્ટના રોજ આ સીરિઝના કાર્યક્રમની જાહેરાત કરી તમામ શંકાઓ દુર કરી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ આ સીરિઝનું આયોજન કરશે પરંતુ ત્રણેય T20 મેચ ભારતમાં રમાશે અને દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ તેનું સ્થળ હશે.

શું આ સીરિઝ સતત ત્રીજા વર્ષે મુલતવી રાખવામાં આવશે?

બાંગ્લાદેશ બોર્ડ છેલ્લા કેટલાક મહિનાઓથી ટીમ ઈન્ડિયાનો પ્રવાસ સંભવ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ માટે બોર્ડના અધ્યક્ષ અને પૂર્વ સ્ટાર બેટ્સમેન તમીમ ઈકબાલે દેશની સરકાર સાથે સંપર્ક કર્યો અને કહ્યું કે, તે ભારતીય સરકાર અને બીસીસીઆઈને આ પ્રવાસ માટે મનાવશે. પરંતુ આ મામલે ભારતીય બોર્ડે અત્યારસુધી કોઈ નિવેદન આપ્યું નથી. તેમજ કોઈ પણ પ્રકારનો નવો પ્રસ્તાવ બાંગ્લાદેશ સામે રાખ્યો નથી. જેના કારણે પ્રવાસ સતત ત્રીજા વર્ષે પણ રદ થઈ શકે છે. આ પહેલા 2024 અને 2025માં આ પ્રવાસ રદ થયો હતો.

ભારતીય વિદેશ મંત્રી સાથે પણ વાત કરશે

તમને જણાવી દઈએ કે, આ વર્ષે બાંગ્લાદેશે સુરક્ષાના કારણોને લઈ ભારતનો પ્રવાસ અને ટી20 વર્લ્ડકપમાંથી પોતાનું નામ પરત લીધું હતુ.બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતમાં મેચ રમવાનો ઇનકાર કર્યો હતો.અમીનુલ હકે કહ્યું કે તેમણે આ બાબતે બાંગ્લાદેશના વિદેશ મંત્રી સાથે વાત કરી છે અને ભારતીય વિદેશ મંત્રી સાથે પણ વાત કરશે, પરંતુ આ મુદ્દો ઉકેલવાનો બાકી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે છેલ્લા બે વર્ષથી એક યા બીજા કારણોસર મુલતવી રાખવામાં આવ્યો છે.

8 વર્ષ રિલેશનશીપમાં રહી 7 વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરનાર રમનદીપ સિંહનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.