Breaking News : IPL2026માં આજે CSK vs SRH મેચ પછી માહી સંન્યાસ લેશે? જાણો

IPL 2026, MS Dhoni : CSK vs SRH મેચ શું ધોનીની છેલ્લી મેચ હશે? અત્યારસુધી જે સંકેતો મળ્યા છે. જેનાથી જાણવા મળ્યું કે, લાગી તો આવું જ રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી.

Breaking News :  IPL2026માં આજે CSK vs SRH મેચ પછી માહી સંન્યાસ લેશે? જાણો
| Updated on: May 18, 2026 | 9:15 AM

ધોનીએ કહ્યું હતુ કે, 5 વર્ષ પુરા થઈ ગયા. ધોનીએ ચેન્નાઈમાં છેલ્લી આઈપીએલ મેચ રમવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. તે સમય હવે આવી ગયો છે. 18 મેના રોજ આઈપીએલમાં CSK vs SRHની મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. તો શું ચેન્નાઈ સુપર કિંગ્સના થાલા માટે વર્ષ 2021માં કહેલી આ વાત સાચી કરવાનો સમય આવી ગયો છે? શું ધોની IPL 2026માં CSK vs SRH મેચ બાદ સંન્યાસ લેશે? આનો સવાલ હાલમાં સત્તાવાર તરીકે સામે આવ્યો નથી.પરંતુ મેચ પહેલા કેટલીક એવી ઘટનાઓ જરુર બની છે. જેનાથી સંન્યાસના સંકેત મળી રહ્યા છે.

2021માં જે કહ્યું, તે સાચું કરશે ધોની!

સૌથી પહેલા તો એ જાણી લો કે, ધોની 2021માં શું કહ્યું હતુ. તેમણે ત્યારે સીએસકેની એક ઈવેન્ટમાં આઈપીએલથી પોતાના સંન્યાસ પર કહ્યું હતું તે હંમેશા એક પ્લાનની સાથે ક્રિકેટમાં આગળ વધે છે. તેમણે પોતાની છેલ્લી વનડે ઈન્ટરનેશનલ મેચ હોમ ગ્રાઉન્ડ રાંચીમાં રમી હતી. આ ઈવેન્ટમાં ધોનીએ કહ્યું હતુ,તે,આવતા એક વર્ષમાં હોય કે, આવનાર 5 વર્ષમાં તેમને ખબર નથી પરંતુ આશા છે કે, તે પોતાની છેલ્લી ટી20 મેચ ચેન્નાઈમાં રમશે.

 

 

 

CSK vs SRH મેચ પહેલા નેટમાં પરસેવો પાડ્યો

ધોનીએ પોતાના સંન્યાસ પર જ્યારે આ નિવેદન આપ્યું હતુ. તેના 5 વર્ષ પસાર થઈ ચૂક્યા છે. હવે ચેન્નાઈના મેદાન પર મેચ રમાશે. જે આ સીઝન સીએસકે પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોક પર છેલ્લી મેચ છે. હૈદરાબાદ વિરુદ્ધ રમાનારી આ મેચ પહેલા ધોનીએ નેટ પર પરસેવો પાડ્યો હતો. આ તમામ સમીકરણો તેના સંન્યાસના નિર્ણય પર ઈશારો કરી રહ્યા છે.

સંન્યાસની ચર્ચાએ જોર પકડ્યું

સીએસકે અને હૈદારાબદની મેચ પહેલા ધોનીના નજીકના લોકો પણ ચેન્નાઈમાં પહોંચી ગયાના સમાચાર છે. સુરેશ રૈના આ યાદગાર દિવસનો ભાગ બનવા માટે ચેન્નાઈ પહોંચી ગયો છે. ત્યારે ધોનીની ચેન્નાઈમાં છેલ્લી મેચ રમવાની વાતે જોર પકડ્યું છે. સાથે સંન્યાસની પણ ચર્ચા થઈ રહી છે.

 

 

IPLમાં સૌથી મોટી ઉંમરના ખેલાડીનો આવો છે પરિવાર ,બહેન છે શિક્ષક અહી ક્લિક કરો

Follow Us