
સુપર ઓવર એટલે કે, 6 બોલની હાઈસ્પીડ મેચ,જ્યારે 20 ઓવરની રમતમાં રિઝલ્ટ આવતું નથી. તો ક્રિકેટમાં સુપર ઓવર રમાડવામાં આવે છે. પરંતુ તમે જાણીને ચોંકી જશો. કે, બેટ્સમેન જે રન બનાવે છે અને બોલર જે વિકેટ લે છે. તેના ખાતમાં ઉમેરવામાં આવતા નથી. તેની પાછળનું કારણ શું છે. તેના વિશે જાણીએ. અમે તમને 3 કારણો જણાવીશું. જેનાથી તમે સમજી જશો.કે, આવું કેમ થાય છે. આની પાછળ લોજિક પણ છે. જે તમારે જાણવું જરુરી છે.
આઈપીએલ 2026માં રવિવાર રાત્રે એલએસજી અને કેકેઆર વચ્ચે સુપર ઓવર મેચ રમાઈ હતી. જેમાં કેકેઆરે મેચ પોતાને નામ કરી હતી. આ મેચમાં સુનીલ નારાયણે 2 વિકેટ લીધી હતી અને રિંકુ સિંહે ચોગ્ગો ફટકાર્યો હતો. પરંતુ બંન્નેના કરિયરમાં રન અને વિકેટ સામેલ થતાં નથી. આની પાછળ મુખ્ય કારણ છે કે, સુપર ઓવર મેચનું રિઝલ્ટ નક્કી હોય છે. મેચ તો 20 કે 50 ઓવરમાં જ પૂર્ણ થઈ જાય છે પરંતુ જો ટાઈ થાય તો સુપર ઓવર રમાડવામાં આવે છે. એટલે કે, માત્ર મેચનું પરિણામ નક્કી કરવા માટે બાકી આ વિકેટ કે રનનો કોઈ કામ હોતું નથી.
તમને જણાવી દઈએ કે, ક્રિકેટનો આ નિયમ ફુટબોલ જેવો છે. જે રીતે મેચ બરાબરી પર પૂર્ણ થાય છે ત્યારે ફુટબોલમાં ટાઈ બ્રેકર હોય છે. આવી જ રીતે ક્રિકેટમાં સુપર ઓવર રમાડવામાં આવે છે. ટાઈ બ્રેકરના ગોલથી ટીમની જીત અને હાર નક્કી થાય છે. આ ગોલ ખેલાડીઓના ખાતામાં સામેલ કરવામાં આવતો નથી. આવું જ ક્રિકેટમાં પણ છે. આ નિયમનું બીજું કારણ એ છે કે, આનાથી ખેલાડીઓ સાથે ભેદભાવ થતો નથી. 20 ઓવરની મેચમાં દરેક ખેલાડી પાસે બરાબરી પર રમવાની તક હોય છે. પરંતુ સુપર ઓવરમાં માત્ર એક જ બોલર બોલિંગ કરે છે અને માત્ર 3 બેટ્સમેન બેટિંગ કરી શકે છે. અન્ય ખેલાડીને રમવાની તક મળતી નથી. આવામાં જો ખેલાડી સુપર ઓવર ન રમે તો તેની સાથે ખોટું ના થાય આ માટે આંકડા ખેલાડીઓના ખાતમાં જોડવામાં આવતા નથી.
આ પાછળનું ત્રીજું અને સૌથી મહત્વનું કારણ એ છે કે ,T20 ક્રિકેટ હોય કે ODI ક્રિકેટ, દરેક ખેલાડી ચોક્કસ સંખ્યામાં ઓવર ફેંકી શકે છે. ઉદાહરણ તરીકે, T20 ક્રિકેટમાં, કોઈ પણ બોલર ચાર ઓવરથી વધુ ફેંકી શકતો નથી. ODIમાં એક બોલર વધુમાં વધુ દસ ઓવર ફેંકી શકે છે. જો કે, જો સુપર ઓવરના આંકડા ઉમેરવામાં આવે, તો બોલર T20માં પાંચ ઓવર અથવા ODIમાં 11 ઓવર ફેંકી શકશે, આ નિયમ બનાવવામાં આવ્યો છે. ભવિષ્યમાં જ્યારે પણ સુપર ઓવર થાય છે, ત્યારે તમારે જાણવું જોઈએ કે ગમે તેટલા રન બને કે વિકેટ લેવામાં આવે, આ આંકડા ગણવામાં આવતા નથી.