Breaking News: IPL 2026 બાદ 15 વર્ષનો યુવા સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશી હવે ફરી ક્યારે મેદાનમાં રમતો જોવા મળશે?

વૈભવ સૂર્યવંશીનો IPL 2026 સિઝનનો અંત દુઃખદ હતો. ક્વોલિફાયર 2 માં તે ન માત્ર સદી ચૂકી ગયો નહીં, પરંતુ તેના જોરદાર પ્રદર્શન છતાં રાજસ્થાન રોયલ્સ હારી ગયું અને ફાઈનલમાં પહોંચવાથી ચૂકી ગયું . હવે વૈભવ થોડા દિવસો માટે મેદાનથી દૂર રહેશે. ત્યારે ફેન્સના મનમાં સવાલ છે કે વૈભવ ફરી ક્યારે મેદાનમાં રમતો જોવા મળશે. ચાલો જાણીએ.

| Updated on: May 30, 2026 | 5:39 PM
1 / 6
IPLના ઈતિહાસમાં કોઈ પણ ખેલાડીએ તેની પહેલી કે બીજી સિઝનમાં એટલી લાઈમલાઈટ અને પ્રશંસા મળી નથી જેટલી 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને મળી છે.  IPL 2026 માં ગુજરાત સામે હાર સાથે રાજસ્થાન અને વૈભવની સિઝન સમાપ્ત થઈ, જે બાદ હવે લગભગ 10 દિવસ વૈભવ ક્રિકેટથી દૂર રહેશે.

2 / 6
રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ આ સિઝનમાં ફક્ત IPLમાં જ નહીં, પરંતુ T20 ક્રિકેટમાં પણ ઘણા મોટા બેટિંગ રેકોર્ડ તોડ્યા છે. વૈભવે એલિમિનેટરમાં 97 અને ક્વોલિફાયર 2 માં 96 રનની ધમાકેદાર ઈનિંગ રમી. જોકે ગુજરાત સામે હારી રાજસ્થાન બહાર ફેંકાયું અને વૈભવની શાનદાર સિઝનનો અંત આવ્યો.

3 / 6
આમ, વૈભવ IPL ફાઈનલમાં જોવા નહીં મળે. જોકે, ફેન્સને વૈભવને મેદાનમાં પાછા રમતા જોવા માટે વધુ રાહ જોવી પડશે નહીં. કારણ કે વૈભવને આગામી થોડા દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે જઈ રહેલી ઈન્ડિયા A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈન્ડિયા A ત્રિકોણીય ODI શ્રેણીમાં શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A સાથે રમશે. ભારતીય ટીમ 9 જૂને યજમાન શ્રીલંકા સામે પોતાની પહેલી મેચ રમશે.

4 / 6
આ શ્રેણીમાં કુલ 7 મેચ રમાશે, જેમાં ફાઈનલનો પણ સમાવેશ થાય છે, જેમાં દરેક ટીમ ફાઈનલ પહેલા 4 મેચ રમશે. વૈભવ બધી મેચોમાં રમશે તેવી અપેક્ષા છે. આ સિરીઝમાં તે સારું પ્રદર્શન કરી પોતાની છાપ છોડવા માંગશે, કારણ કે અહીં મજબૂત પ્રદર્શનથી આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે સિનિયર ટીમમાં તેની પસંદગી થઈ શકે છે.

5 / 6
આ શ્રેણીમાં, વૈભવ સૂર્યવંશી પ્રિયાંશ આર્ય સાથે ઈનિંગની શરૂઆત કરે તેવી અપેક્ષા છે. બંનેએ અગાઉ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં ઈન્ડિયા A માટે ઓપનિંગ કર્યું હતું. પ્રિયાંશ અને વૈભવે IPL 2026 માં વિસ્ફોટક બેટિંગથી ધમાલ મચાવી હતી.

6 / 6
ઈન્ડિયા A ના શેડ્યૂલમાં 9 જૂને શ્રીલંકા A સામે તેમની પહેલી મેચ છે. બીજી મેચ 11 જૂને અફઘાનિસ્તાન A સામે હશે. ત્યારબાદ 15 જૂને શ્રીલંકા A સામે અને છેલ્લે 17 જૂને અફઘાનિસ્તાન A સામે બીજી મેચ રમાશે. શ્રેણીની અંતિમ મેચ 21 જૂને રમાશે. આ શ્રેણીમાં તિલક વર્મા ઈન્ડિયા A ટીમનું નેતૃત્વ કરશે. (PC:PTI/X)

Published On - 5:38 pm, Sat, 30 May 26

Follow Us