Breaking News : ‘પ્રેમાનંદમાં ઊંડી શ્રદ્ધા’, વિરાટ કોહલીએ ફલાહારી મહારાજના 5 કરોડ રૂપિયાના દાવાને ખોટો ગણાવ્યો

વિરાટ કોહલીના પ્રવક્તાએ કહ્યું કે, પ્રેમાનંદના આશ્રમની મુલાકાત લેવા બદલ 5 કરોડ રૂપિયા મળવાના સમાચાર ખોટા અને પાયાવિહોણા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અવાર-નવાર પ્રેમાનંદ મહારાજની મુલાકાત લેતા હોય છે.

Breaking News :  પ્રેમાનંદમાં ઊંડી શ્રદ્ધા, વિરાટ કોહલીએ ફલાહારી મહારાજના 5 કરોડ રૂપિયાના દાવાને ખોટો ગણાવ્યો
| Updated on: Oct 07, 2026 | 1:15 PM

શું વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં જવા માટે 5 કરોડ રુપિયા મળ્યા હતા? સોશિયલ મીડિયા પર ફેલાયેલા આ દાવાને હવે વિરાટ કોહલીએ નકારી કાઢ્યો છે. વિરાટ કોહલીના પ્રવક્તાએ નિવદેન બહાર પાડી આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. તેમને આ દાવાઓને સંપૂર્ણ ખોટા કહ્યા છે. વિરાટ કોહલીએ પ્રવક્તાને કહ્યું કે, પ્રેમાનંદના આશ્રમ જવા માટે 5 કરોડ રુપિયા મળવાની વાત ખોટી અને પાયાવિહોણી છે.

કોને વિરાટ કોહલીને લઈ ખોટી અફવા ઉડાવી?

હવે સવાલ એ છે કે, વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજના આશ્રમ જવા માટે 5 કરોડ રુપિયા મળ્યા હતા. આ વાત ખોટી છે, તો આ અફવા કોને ફેલાવી છે. રિપોર્ટ મુજબ ફલાહારી મહારાજથી ફેમસ દિનેશ શર્માએ આ દાવો કર્યો હતો. ફલાહારી મહારાજ શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંધર્ષ ન્યાસના અધ્યક્ષ છે. તેમણે દાવો કરતા કહ્યું કે, યુપીના મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો. વિરાટ કોહલી, પત્ની અનુષ્કા શર્માની સાથે 2023માં પહેલી વખત વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમ ગયા હતા.

ફલાહારી મહારાજે પોતાના દાવામાં કહ્યું હતુ કે, રાજસ્થાનની એક પ્રાઈવેટ કંપનીએ કથિત રીતે વિરાટ કોહલીને આશ્રમ લાવવા માટે 5 કરોડ રુપિયા ખર્ચ્યા હતા.

વિરાટ કોહલી વિશે ફેલાય અફવા

વિરાટ કોહલીએ હવે આ સમગ્ર મામલાને ખોટો અને તથ્યો વગરનો ગણાવ્યો છે. વિરાટ કોહલીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ફલાહારી મહારાજ દિનેશ શર્મા દ્વારા વિરાટ કોહલી વિશે કરવામાં આવેલા દાવા સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે.” નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજ પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને આદર છે, તેથી જ તે તેમની મુલાકાત લે છે.

 

 

વિરાટના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે આ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ અને મીડિયાને આવી માહિતી ફેલાવતા પહેલા સાવધાની રાખવા વિનંતી કરીએ છીએ.” તેમણે મીડિયાને તથ્યોની ચકાસણી કરવા અને જવાબદારીપૂર્વક રિપોર્ટ કરવાની સલાહ આપી.હાલમાં, વિરાટ કોહલીની ટીમે પોતાના પર લાગેલા આ બધા આરોપોને નકારી કાઢ્યા છે.

પ્રેમાનંદ મહારાજની તબિયત બગડી, જાણો પરિવાર વિશે અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.