
વૈભવ સૂર્યવંશી હાલમાં આઈપીએલ 2026માં રમી રહ્યો છે. પરંતુ ત્યારબાદ ભારત માટે વ્હાઈટ બોલ ક્રિકેટમાં ઈન્ટરનેશનલ ડેબ્યુની તૈયારી છે.આઈપીએલ 2026 બાદ ભારતને આયરલેન્ડ અને ઝિમ્બાબ્વે જેવી ટીમો સામે મેચ રમવાની છે. જેમાં વૈભવ સૂર્યવંશીને તક મળવાની શક્યતા છે. પરંતુ બીસીસીઆઈએ હાલમાં જે શેડ્યુલ જાહેર કર્યું છે.તે ઓસ્ટ્રેલિયા એ ટીમ વિરુદ્ધ રમાનારી સીરિઝનું છે. આ સીરિઝ આ વર્ષે સપ્ટેમબર-ઓક્ટોબરમાં રમાશે. જેમાં ઈન્ડિયા A તરફથી વૈભવ સૂર્યવંશીને રમવાની તક મળી શકે છે.
ઈન્ડિયા એ અને ઓસ્ટ્રેલિયા એ વચ્ચે 2 મલ્ટી ડે મેચ સિવાય 3 વનડે સીરિઝ રમાવાની છે. આ બંન્ને સીરિઝનું આયોજન પુડુચેરીમાં થશે. 22 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમબર વચ્ચે પહેલા 4 દિવસમાં મેચ રમાશે. તો 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે બીજી 4 દિવસની મેચ રમાશે. રેડ બોલથી રમાનારી 2 મેચની આ સીરિઝ બાદ 6 ઓક્ટોમ્બરથી વનડે સીરિઝની શરુઆત થશે. પહેલી વનડે 6 ઓક્ટોમ્બરના રોજ રમાશે. ત્યારબાદ બીજી 9 ઓક્ટોબરના રોજ અને ત્રીજી 11 ઓક્ટોમ્બરના રોજ મેચ રમાશે.
ગત્ત વર્ષે થયેલા ઈમેજિંગ એશિયા કપમાં વૈભવ સૂર્યવંશીએ ઈન્ડિયા એ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈમેજિંગ એશિયા કપ 2025માં વૈભવ સૂર્યવંશીએ માત્ર ઈન્ડિયાની ટોપ સ્કોરર જ ન હતી પરંતુ ટૂર્નામેન્ટમાં બીજો સૌથી સફળ બેટ્સમેન હતો. તેમણે ઈન્ડિયા એ માટે 4 મેચમાં 239 રન અને 22 સિક્સ ફટકારી હતી. વૈભવે ઇમર્જિંગ એશિયા કપ 2025માં સૌથી વધુ છગ્ગા પણ ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ સૌથી વધુ હતો. તેણે તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 144 રનનો સ્કોર પણ બનાવ્યો હતો.
ઇમર્જિંગ એશિયા કપ 2025માં વૈભવ સૂર્યવંશીએ જે ઈન્ડિયા એ માટે કર્યું તેના આ પ્રદર્શનને જોઈ ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ વનડે સીરિઝમાં તેનું રમવાનું નક્કી લાગી રહ્યું છે. તે પહેલા તે 2 મલ્ટી ડે મેચની સીરિઝમાં પણ રમશે કે નહી તે કહી શકાય નહી. સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરમાં ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ સીરિઝમાં વૈભવ સૂર્યવંશી રમે છે તો આ પહેલી વખત હશે.જ્યારે તે પુડુચેરીમાં રમતો જોવા મળશે.