
Vaibhav Sooryavanshi : શ્રીલંકાના ખેલાડીઓ સાથેના ઝધડા બાદ ટ્રાઈ સીરિઝમાં પોતાની આગામી મેચ રમવા ઉતરેલા આઈપીએલના ઓરેન્જ કેપ વિજેતા વૈભવ સૂર્યવંશીની રમત ઝીરો પર સમાપ્ત થઈ હતી. ફીલ્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો પરંતુ થર્ડ અમ્પાયરે કેચનો વીડિયો એનાલિસિસ કર્યા બાદ આઉટને નકાર્યો હતો. વૈભવ ઝીરો પર આઉટ થતાં બચ્યો હતો.
મેચમાં વૈભવ સૂર્યવંશીને મળેલું જીવદાનએક નહિ પણ 2 હતા. એક વખત તેનો કેચ ડ્રોપ થયો હતો. 8 બોલની અંદર મળલા આ જીવનદાન બાદ વૈભવસૂર્યવંશીએ અફઘાનિસ્તાન એ વિરુદ્ધ 38 રન બનાવ્યા હતા. ટુંકમાં વૈભવ સૂર્યવંશી સતત ચોથી વખત ફેલ થયો છે. આઈપીએલ બાદ તેનું બેટ ચાલી રહ્યું નથી.
17 જૂનના રોજ દાંબુલામાં અફઘાનિસ્તાન એ વિરુદ્ધ મેચમાં ઈન્ડિયા એ તરફથી રમતા વૈભવ સૂર્યવંશીને પહેલું જીવનદાન ઈનિગ્સના ચોથા બોલ પર મળ્યું હતુ. આ સમયે તેમણે ખાતું પણ ખોલ્યું ન હતુ.
વૈભવ સૂર્યવંશીએ ભારતીય ઈનિગ્સની બીજી ઓવરમાં શ્મસ ઉર રહમાનના બોલ પર એક શાનદાર શોટ રમ્યો હતો પરંતુ જેટલો શાનદાર આ શોટ રહ્યો હતો. તેટલો અફઘાનિસ્તાનના ખેલાડીએ કેચ લીધો હતો. પહેલી નજરમાં તો વૈભવ સૂર્યવંશી આઉટ જોવા મળ્યો હતો પરંતુ થર્ડ અમ્પાયરે જોયું તો બોલ ફીલ્ડરના કંટ્રોલમાં આવ્યા પહેલા ગ્રાઉન્ડમાં ટચ થયો હતો. પરિણામ એ આવ્યું કે, તેને જીવનદાન મળ્યું હતુ.
વૈભવ સૂર્યવંશીને બીજું જીવનદાન 7 રનના સ્કોર પર ઈનિગ્સના 11માં બોલ પર મળ્યું હતુ. આ વખતે તે મોટો શોર્ટ રમવા ગયો અને મિસટાઈમ થયો. જેના પર ખેલાડી કેચ પકડવા જતા કેચ પકડાયો ન હતો. વૈભવ સૂર્યવંશીને બીજું જીવન દાન મળ્યું હતુ.
આ 2 જીવનદાનની સાથે ચાહકોને આશા હતી કે, વૈભવ સૂર્યવંશીનું બેટ આજે ચાલે પરંતુ કેટલાક મોટા શોર્ટ રમી શક્યો નહી અને આઉટ થયો હતો. વૈભવ સૂર્યવંશીએ અફઘાનિસ્તાન એ વિરુદ્ધ 27 બોલનો સામનો કરી માત્ર 38 રન બનાવ્યા હતા. જેમાં 4 ચોગ્ગા અને 2 સિક્સ સામેલ છે.
Published On - 1:27 pm, Wed, 17 June 26