Breaking News: ભારત-પાકિસ્તાન ફરી સામ-સામે, આ તારીખે થશે ટક્કર, જાણો અંડર-19 એશિયા કપનું શેડ્યૂલ

અંડર-19 એશિયા કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામમેન્ટ ઓમાનમાં યોજાશે. પહેલી મેચ 5 નવેમ્બરે રમાશે, જ્યારે ફાઇનલ 14 નવેમ્બરે યોજાશે. વર્લ્ડ કપ, એશિયા કપ અને એશિયન ગેમ્સ બાદ હવે અંડર-19 એશિયા કપ 2026માં પણ ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે. ચાલો જાણીએ ક્યારે થશે આ મહા-મુકાબલો.

Breaking News: ભારત-પાકિસ્તાન ફરી સામ-સામે, આ તારીખે થશે ટક્કર, જાણો અંડર-19 એશિયા કપનું શેડ્યૂલ
india vs pakistan
Image Credit source: X
| Updated on: Oct 08, 2026 | 5:24 PM

અંડર-19 એશિયા કપનું શેડ્યૂલ જાહેર થયું છે. આ વખતે આ ટુર્નામેન્ટ ઓમાનમાં યોજાશે. ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે, અને સૌથી મોટા સમાચાર એ છે કે ભારત અને પાકિસ્તાન લીગ સ્ટેજમાં ટકરાશે. ભારત-પાકિસ્તાન મેચ 8 નવેમ્બરના રોજ યોજાશે. પહેલી મેચ શ્રીલંકા અને મલેશિયા વચ્ચે થશે. ભારત, શ્રીલંકા, મલેશિયા, UAE, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશની ટીમો એશિયન ગેમ્સમાં ભાગ લેશે.

અંડર 19 એશિયા કપ શેડ્યૂલ

  • 5 નવેમ્બર : શ્રીલંકા vs મલેશિયા, બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન
  • 6 નવેમ્બર: પાકિસ્તાન vs UAE, ભારત vs નેપાળ
  • 7 નવેમ્બર: અફઘાનિસ્તાન vs મલેશિયા, શ્રીલંકા vs બાંગ્લાદેશ
  • 8 નવેમ્બર: યુએઈ vs નેપાળ, ભારત vs પાકિસ્તાન
  • 9 નવેમ્બર: બાંગ્લાદેશ vs મલેશિયા, શ્રીલંકા vs અફઘાનિસ્તાન
  • 10 નવેમ્બર: ભારત vs UAE, પાકિસ્તાન vs નેપાળ
  • સેમિફાઈનલ: 12 નવેમ્બર – A1 vs B2, B1 vs A2
  • ફાઈનલ: 14 નવેમ્બર

 

2025 ફાઈનલમાં પાકિસ્તાને હરાવ્યું હતું

ભારતીય ટીમ અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ગઈ હતી. 2025ની ફાઈનલમાં પાકિસ્તાને 50 ઓવરમાં 347 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમ માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને ફાઇનલમાં 191 રનથી જીત મેળવી હતી. ભારતીય ટીમ સતત બે અંડર-19 એશિયા કપની ફાઇનલ હારી છે.

 

ટીમ ઈન્ડિયા સાત વખત બન્યું ચેમ્પિયન

ભારતે છેલ્લે 2021માં અંડર-19 એશિયા કપ જીત્યો હતો. ટીમ ઈન્ડિયા સતત ત્રણ વખત આ ટુર્નામેન્ટ જીતી હતી. ટીમ ઈન્ડિયા 2018, 2019 અને 2021માં ચેમ્પિયન બની હતી. ભારતે સૌથી વધુ સાત વખત અંડર-19 એશિયા કપ ટ્રોફી જીતી છે.

Breaking News: નાના પાટેકરે ક્રિકેટ કેમ છોડી દીધું હતું ? સુનીલ ગાવસ્કર સાથે એક જ મેદાન પર રમ્યા હતા

Follow Us
Loading...
Unable to load recommendations.