
ઈંગ્લેન્ડમાં 2026 માં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ગયા વર્ષે પહેલો ODI વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભાગ લેશે. પોતાનો પહેલો T20 ટાઈટલ જીતવાની આશા સાથે ભારતીય ટીમ બે વર્ષ બાદ ટુર્નામેન્ટમાં પરત ફરી છે. આ દરમિયાન, ODI વર્લ્ડ કપની સ્ટાર ઓપનર પ્રતિકા રાવલને ટીમમાંથી બહાર રાખવામાં આવી છે.
કેપ્ટન હરમપ્રીત કૌર અને કોચ અમોલ મુઝુમદાર સહિતની સિનિયર મહિલા પસંદગી સમિતિએ શનિવાર, 2 મેના રોજ BCCI હેડક્વાર્ટરમાં ટીમની પસંદગી કરી હતી. તેના થોડા સમય પછી મુખ્ય પસંદગીકાર અમિતા શર્માના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિએ ટુર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી.
આ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કે જ્યારે વાઈસ કેપ્ટન તરીકે સ્મૃતિ મંધાના જવાબદારી નિભાવશે, સાથે જ ભારતની ODI વર્લ્ડ કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ઘણી ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, અલગ-અલગ ફોર્મેટ અને ફોર્મના મુદ્દાઓને કારણે, કેટલીક ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવી છે. ઓપનર પ્રતિકા રાવલ તેમાં એક મુખ્ય નામ છે. સ્પિન-ઓલરાઉન્ડર સ્નેહ રાણા, અમનજોત કૌર અને બેટ્સમેન હરલીન દેઓલ પણ ટીમનો ભાગ નથી.
!
The ICC Women’s #CWC25 champions are ready to chase their maiden T20I glory!
Let’s go, #TeamIndia
ICC Women’s #T20WorldCup 2026 starts 12th June! pic.twitter.com/p334OhtOI0
— Star Sports (@StarSportsIndia) May 2, 2026
ટીમમાં સ્થાન મેળવનારા ખેલાડીઓમાં યાસ્તિકા ભાટિયા સૌથી ચર્ચિત નામ છે, જે એપ્રિલ 2024 થી T20 ટીમની બહાર છે. ફોર્મ અને ઈજાના મુદ્દાઓને કારણે તેણી ઓક્ટોબર 2024 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી નથી, અને ઓગસ્ટ 2025 થી વિવિધ ઈજાઓને કારણે સંપૂર્ણપણે સાઈડલાઈન થઈ ગઈ છે. તેણીને ODI વર્લ્ડ કપ માટે પણ પસંદ કરવામાં આવી હતી પરંતુ તેને બહાર રાખવામાં આવી હતી, અને તાજેતરમાં 2026 WPL ચૂકી ગઈ હતી.
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ, ક્રાંતિ ગૌર, શ્રી ચરાણી, શ્રેયંકા પાટિલ, ભારતી ફૂલમાલી, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નંદની શર્મા, રાધા યાદવ.
Published On - 5:58 pm, Sat, 2 May 26