Breaking News : T20 વર્લ્ડ કપ 2026 નું શેડ્યુલ જાહેર, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર

T20 વર્લ્ડ કપ 2026 નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. પ્રથમ મેચ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે રમાશે, જ્યારે ફાઇનલ 8 માર્ચે અમદાવાદ અથવા કોલંબોમાં રમાશે.

Breaking News : T20 વર્લ્ડ કપ 2026 નું શેડ્યુલ જાહેર, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર
T20 World Cup 2025
Image Credit source: X
| Updated on: Nov 25, 2025 | 7:55 PM

T20 વર્લ્ડ કપ 2026 નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ICC એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં 15 ફેબ્રુઆરી માટે ભારત-પાકિસ્તાન મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેચ કોલંબોમાં રમાશે. T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં ટીમ ઈન્ડિયા પોતાની પહેલી મેચ યુનાઇટેડ સ્ટેટ્સ સામે રમશે. ભારતીય ટીમ તેના ગ્રુપમાંથી ચાર ટીમોનો સામનો કરશે. યુનાઇટેડ સ્ટેટ્સ અને પાકિસ્તાન ઉપરાંત, તે નેધરલેન્ડ્સ અને નામિબિયાનો પણ સામનો કરશે.

2026 ના T20 વર્લ્ડ કપ માટે ભારતનું શેડ્યૂલ

  • ભારત vs યુએસએ, 7 ફેબ્રુઆરી, મુંબઈ
  • ભારત vs નામિબિયા, 12 ફેબ્રુઆરી, દિલ્હી
  • ભારત vs પાકિસ્તાન, 15 ફેબ્રુઆરી, કોલંબો
  • ભારત vs નેધરલેન્ડ, 18 ફેબ્રુઆરી, અમદાવાદ

T20 વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન

ભારત 2026 માં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે T20 વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે. 2024 માં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વખત ટાઇટલ જીત્યું હતું. ભારતે અગાઉ 2007 માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 2014 ની ફાઇનલમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે હારી ગઈ હતી. ભારતીય ટીમ 2016 અને 2022 માં સેમિફાઇનલમાં પહોંચી હતી. આ ટુર્નામેન્ટમાં વિરાટ કોહલીએ ભારત માટે સૌથી વધુ 1141 રન બનાવ્યા છે જ્યારે આર અશ્વિને સૌથી વધુ 32 વિકેટ લીધી છે.

 

T20 વર્લ્ડ કપ 2026 માં 20 ટીમો રમશે

2026 ના T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે. પાંચ-પાંચ ટીમોને ચાર ગ્રુપ લીગમાં રકવામાં આવી છે. પહેલા ગ્રુપમાં ભારત, નામિબિયા, નેધરલેન્ડ, પાકિસ્તાન અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. બીજા ગ્રુપમાં બાંગ્લાદેશ, ઇટાલી, ઇંગ્લેન્ડ, નેપાળ અને વેસ્ટ ઇન્ડીઝનો સમાવેશ થાય છે. ત્રીજા ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, ઓમાન, શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. ચોથા ગ્રુપમાં અફઘાનિસ્તાન, કેનેડા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને યુએઈનો સમાવેશ થાય છે.

મેચો 8 સ્થળોએ યોજાશે

2026 ના T20 વર્લ્ડ કપની મેચો આઠ સ્થળોએ યોજાશે. પાંચ ભારતમાં અને ત્રણ શ્રીલંકામાં. આ મેચો અમદાવાદ, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, મુંબઈ, કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ, સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ અને કેન્ડીમાં રમાશે.

આ પણ વાંચો: KL Rahul : આફ્રિકન સ્પિનરની મેજિકલ બોલ પર કેએલ રાહુલ થયો ક્લીન બોલ્ડ, બનાવ્યો શરમજનક રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:26 pm, Tue, 25 November 25