
સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર હંમેશા કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ફરી એક વખત સારાની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. સારા તેંડુલકરે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરતી જોવા મળી રહી છે. સારા તેંડુલકર 12 ઓક્ટોમ્બરના રોજ 29 વર્ષની થઈ છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના જન્મદિવસના સેલિબ્રેશનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સારા તેંડુલકર આખા પરિવારની સાથે અને ભાઈ અર્જુન તેંડુલકરની પત્ની સાનિયા ચંડોકની માતા પણ જોવા મળી રહી છે.
સારા તેંડુલકરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના જન્મદિવસ સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાના પરિવારની સાથે જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.વીડિયોમાં એકબાદ એક સારાને શુભકામના પાઠવી રહ્યા છે. સૌથી પહેલા સારાની માતા અંજલિ તેંડુલકર તેને શુભકામના આપે છે. કહે છે મારી સારું હું ઈચ્છું કે, તમારી બધી મનોકામના પુરી થાય. ત્યારબાદ તેને કિસ કરે છે. સારા તેને થેન્ક્યુ કહે છે. ત્યારબાદ અર્જુન તેંડુલકરની એન્ટ્રી થાય છે. જે સારાને જન્મદિવસ વિશ કરતા કહે છે હૈપ્પી બર્થ ડે અને બસ આટલું કહી સારા ચોંકી જાય છે.
વીડિયોમાં અર્જુન તેંડુલકર બાદ તેની સાસું સાનિયા ચંડોકની માતા ગૌરિકાની એન્ટ્રી થાય છે. જે સારાને આશીર્વાદ આપતા કહે છે હૈપ્પી બર્થ ડે સારા,હું ભગવાનને પ્રાર્થના કરીશ. કે આ વર્ષે તું 2 જોડિયા બાળકની માતા બન. આ સાંભળી સારા હંસવા લાગે છે. સારા સ્માઈલ કરીને કહે છે હું ખુબ ખુશ થઈશ. વીડિયોમાં સારાની નાની પણ જોવા મળી રહી છે.