Breaking News : રિષભ પંત ટેસ્ટ શ્રેણીમાંથી થયો બહાર ? ઈશાન કિશન લેશે ટીમમાં તેનું સ્થાન !

રિષભ પંત ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ચોથી ટેસ્ટના પહેલા દિવસે તેને ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ તેની ઈજા ગંભીર છે અને ડોક્ટરે તેને 6 અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે. એવામાં તે હવે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જોકે, હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. જ્યારે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને તેના સ્થાને ટીમમાં સામેલ કરી શકાય છે.

Breaking News : રિષભ પંત ટેસ્ટ શ્રેણીમાંથી થયો બહાર ? ઈશાન કિશન લેશે ટીમમાં તેનું સ્થાન !
Rishabh Pant
Image Credit source: PTI
| Updated on: Jul 24, 2025 | 4:11 PM

માન્ચેસ્ટર ટેસ્ટ મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો અને બાદમાં ઈજાના કારણે તેણે મેદાન છોડવું પડ્યું હતું. હવે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે પંત 6 અઠવાડિયા ક્રિકેટથી દૂર થઈ ગયો છે અને હવે તે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી બાકીની મેચમાં નહીં રમે. જોકે આ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

ટીમ ઈન્ડિયાની વધી મુશ્કેલી

પંતના બહાર થવાથી ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે અને હવે તેમને માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં ફક્ત 9 બેટ્સમેન સાથે જ મેદાનમાં ઉતરવું પડશે. અહેવાલો અનુસાર, વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન પાંચમી ટેસ્ટ મેચ માટે ટીમમાં વાપસી કરી શકે છે. તે છેલ્લા બે વર્ષથી ટીમની બહાર છે.

પંત 6 અઠવાડિયા ટીમની બહાર

માન્ચેસ્ટર ટેસ્ટ મેચના પહેલા દિવસે, રિષભ પંત ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ શોટ રમવા ગયો, પરંતુ તે ચૂકી ગયો અને બોલ સીધો તેના જૂતા પર વાગ્યો. જેના કારણે તે પીડાથી કણસવા લાગ્યો. તેને તાત્કાલિક મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. તે સમયે પંત 48 બોલમાં 37 રન બનાવીને રમી રહ્યો હતો. બાદમાં, તેનું સીટી સ્કેન થયું, જેમાં જાણવા મળ્યું કે તેના પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે અને તેને 6 અઠવાડિયા આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

પંતની જગ્યાએ ઈશાન થશે ટીમમાં સામેલ!

રિષભ પંતે આ શ્રેણીમાં અત્યાર સુધીમાં બે સદી અને બે અડધી સદીની મદદથી 462 રન બનાવ્યા છે. પંતના ટીમમાંથી બહાર થવાથી ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. એવા સમાચાર છે કે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને પાંચમી ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

ઈશાનની ટીમ ઈન્ડિયામાં વાપસી થશે?

છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને પાંચમી ટેસ્ટ મેચ માટે રિષભ પંતની જગ્યાએ ટીમમાં સામેલ કરી શકાય છે. તેણે જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ઈશાન કિશન અત્યાર સુધીમાં 2 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 3 ઈનિંગ્સમાં એક અડધી સદીની મદદથી 78 રન બનાવ્યા છે. આ સિઝનમાં ઈશાન કિશન નોટિંગહામશાયર માટે કાઉન્ટી ક્રિકેટ રમ્યો હતો. તેણે બે મેચમાં બે અડધી સદી ફટકારી હતી. કદાચ આ જ કારણ છે કે તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.

આ પણ વાંચો: Rishabh Pant Injury : શું ઇજાગ્રસ્ત પંતની જગ્યાએ બીજો કોઈ ખેલાડી બેટિંગ કરશે? ICCનો નિયમ શું છે? જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો