Breaking News: IPL 2026 પહેલા વેચાઈ ડીફેન્ડીંગ ચેમ્પિયન RCB, 4 કંપનીઓએ 16,000 કરોડ રૂપિયામાં ખરીદી

IPL ના સૌપ્રથમ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવા માલિકોની જાહેરાત એક જ દિવસે કરવામાં આવી છે. રાજસ્થાન રોયલ્સને કાલ સોમાણી સહિત ત્રણ નવા માલિકો મળ્યા છે, જ્યારે RCB ને ચાર કંપનીઓના જૂથે સૌથી વધુ બોલી લગાવીને ખરીદી છે.

Breaking News: IPL 2026 પહેલા વેચાઈ ડીફેન્ડીંગ ચેમ્પિયન RCB, 4 કંપનીઓએ 16,000 કરોડ રૂપિયામાં ખરીદી
RCB
Image Credit source: PTI/X
| Updated on: Mar 25, 2026 | 2:37 PM

IPL 2026 સિઝન હજુ શરૂ પણ થઈ નથી અને લીગની બે સૌથી જૂની અને ચેમ્પિયન ટીમો વેચાઈ ગઈ છે. લીગની સૌપ્રથમ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ પછી હવે વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પણ નવા માલિકો મળી ગયા છે.

IPL ઈતિહાસની સૌથી મોંઘી ટીમ બની RCB

IPLમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી ફ્રેન્ચાઈઝી RCB ને ચાર ફેમસ કંપનીઓના કન્સોર્ટિયમ દ્વારા $1.78 બિલિયન એટલે આશરે રૂ. 16,600 કરોડની મોટી કિંમતે ખરીદવામાં આવી છે. બેંગ્લોર ખરીદનારી ચાર કંપનીઓમાં ભારતનું ફેમસ બિઝનેસ ગ્રુપ આદિત્ય બિરલા સૌથી અગ્રણી છે. આનાથી તે IPLના ઈતિહાસની સૌથી મોંઘી ટીમ બની ગઈ છે.

રાજસ્થાન રોયલ્સ બાદ RCB પણ વેચાઈ ગઈ

મંગળવાર, 24 માર્ચના રોજ, બંને મુખ્ય IPL ટીમોના વેચાણની જાહેરાત એક જ દિવસે કરવામાં આવી હતી. રાજસ્થાન રોયલ્સને અમેરિકન કાલ સોમાણી, રોબ વોલ્ટન અને શીલા ફોર્ડ હેમ્પ દ્વારા $1.65 બિલિયન (₹15,400 કરોડ) માં ખરીદવામાં આવી હતી. થોડા સમય પછી, ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના વેચાણના સમાચાર પણ આવ્યા. બંને ટીમોના વેચાણની પ્રક્રિયા ગયા વર્ષના અંતમાં શરૂ થઈ હતી, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

 

આ 4 કંપનીઓએ RCB ખરીદી

એક અહેવાલ મુજબ, આદિત્ય બિરલા ગ્રુપ, ભારતના પ્રખ્યાત મીડિયા ગ્રુપ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ફેમસ યુએસ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકસ્ટોનની સ્ટ્રેટેજીક ઇક્વિટી વિંગ BXPE અને અમેરિકન ઉદ્યોગપતિ ડેવિડ બ્લિટ્ઝરની કંપની બોલ્ટ વેન્ચર્સના કન્સોર્ટિયમે RCBમાં 100% હિસ્સો હસ્તગત કર્યો છે. આ કન્સોર્ટિયમે RCB ને તેના વર્તમાન માલિક, યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ પાસેથી હસ્તગત કરી છે, જે ડિયાજિયો ગ્રુપની કંપની છે જે શરૂઆતથી ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવે છે. જો કે, બંને ફ્રેન્ચાઇઝી 2026 ની IPL સિઝન સુધી વર્તમાન માલિકો હેઠળ રમશે, અને નવી માલિકી આગામી સિઝનથી અમલમાં આવશે.

આર્યમાન વિક્રમ બિરલા RCB ના ચેરમેન હશે

સૌથી અગત્યનું, આ કન્સોર્ટિયમે માત્ર IPL જ નહીં પરંતુ WPL માં RCB મહિલા ટીમ, જે વર્તમાન ચેમ્પિયન છે, તેના માલિકી હકો પણ મેળવ્યા છે. જ્યારે આ ચારેય કંપનીઓ RCB માં કેટલો હિસ્સો રાખશે તે સ્પષ્ટ નથી, એવું બહાર આવ્યું છે કે આદિત્ય બિરલા ગ્રુપના ડિરેક્ટર અને કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમાન વિક્રમ બિરલા RCB ના ચેરમેન હશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપના સત્યન ગજવાણી તેના વાઇસ ચેરમેન હશે.

2008માં RCBનો ભાવ કેટલો હતો?

2008માં IPL શરૂ થાય તે પહેલા, જ્યારે BCCI એ આઠ ફ્રેન્ચાઇઝી વેચી દીધી હતી, ત્યારે કિંગફિશરના માલિક વિજય માલ્યાએ બેંગ્લોરને $111.60 મિલિયનમાં ખરીદ્યું હતું, જે તે સમયે આશરે ₹455 કરોડ હતું. તે સમયે, ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સ (₹456કરોડ) પછી બીજી સૌથી મોંઘી ટીમ બની હતી. જોકે RCB ને તેના પ્રથમ ટાઇટલ માટે 18મી સિઝન સુધી રાહ જોવી પડી હતી, ફ્રેન્ચાઇઝીની બ્રાન્ડ વેલ્યુ વધતી રહી, જેના કારણે આટલી ઊંચી બોલી લાગી.

Breaking News : એક સ્થાન અને ચાર દાવેદાર, ODI વર્લ્ડ કપ 2027 માટે ટીમ ઈન્ડિયામાં જબરદસ્ત ટક્કર

Follow Us