
10 મેના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે મેચ રમાઈ હતી. સીએસકેએ શાનદાર પ્રદર્શન કરી લખનૌ સુપર જાયન્ટસને 5 વિકેટથી હરાવ્યું હતુ. તેમજ પોતાની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવતી રાખી છે. લખનૌની બેટિંગ દરમિયાન ફોન કાંડની વધુ એક ઘટના કેમેરામાં કેદ થઈ છે. જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મેચમાં જ્યારે જોશ ઈગ્લિશ બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે કેમેરામાં લખનૌના કેમ્પ તરફ કેમેરો ફરયો હતો. આ દરમિયાન એક વ્યકિત ફોન પર વાત કરતો જોવા મળ્યો હતો. આ ફોટો જોતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બીસીસીઆઈના નિયમો અનુસાર મેચ દરમિયાન ખેલાડી અને સપોર્ટ સ્ટાફ ફોનનો ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે આ ઘટના ચર્ચાનો વિષય બની છે. પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી કે, ફોનનો ઉપયોગ કરનાર વ્યક્તિ લખનૌ સુપર જાયન્ટસના સ્ટાફનો હતો કે પછી વીઆઈપી ડગઆઉટમાં બેસેલો ચાહક હતો આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
IPL INTEGRITY IN QUESTION?
Unbelievable! Another security lapse as a Lucknow Super Giants official was spotted on a mobile phone during the CSK vs LSG clash. This isn’t the first time this season—what exactly is the BCCI doing? Constant protocol breaches are becoming a… pic.twitter.com/y8uvPH0Bv3
— Cricket Central (@CricketCentrl) May 10, 2026
આઈપીએલના પ્લેયર એન્ડ મેચ ઓફિશિયલ એરિનાના નિયમો અનુસાર માત્ર ટીમના મેનેજરોને જ મોબાઈલ ફોન ઉપયોગ કરવાની પરવાનગી હોય છે પરંતુ મેનેજરને માત્ર ડ઼્રેસિગ રુમમાં ફોનનો ઉપયોગ કરવાની પરવાનગી હોય છે. ડગ આઉટમાં નહી.
આઈપીએલ 2026માં આ પહેલા રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભિંડરને ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે તેના પર 1 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો. જેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. આઈપીએલ 2026માં અત્યારસુધી અનેક વિવાદ આવી ચૂક્યા છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગને પણ મેચ દરમિયાન ઈ સિગારેટનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ બીસીસીઆઈએ તેની મેચ ફી કાપી હતી.
તમને જણીવી દઈએ કે,આઈપીએલ 2026ના પોઈન્ટટેબલમાં લખનૌ સુપર જાયન્ટસની ટીમ 10માં સ્થાને છે.