AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Retirement: 5 ટ્રોફી, 136 જીત અને ઘણા રેકોર્ડ… ધોનીએ IPLમાં શું-શું હાંસલ કર્યું?

મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેની IPL કારકિર્દી ખૂબ જ પ્રભાવશાળી અને યાદગાર રહી, જે દરમિયાન તેણે ઘણી મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી. ચાલો જાણીએ ધોનીએ IPLમાં શું-શું હાંસલ કર્યું?

MS Dhoni Retirement: 5 ટ્રોફી, 136 જીત અને ઘણા રેકોર્ડ... ધોનીએ IPLમાં શું-શું હાંસલ કર્યું?
ms dhoni retirementImage Credit source: X/IPL
| Updated on: Nov 17, 2026 | 4:40 PM
Share

ભારતીય ક્રિકેટના સૌથી પ્રભાવશાળી કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સાથે, એ સ્પષ્ટ થઈ ગયું છે કે કરોડો ચાહકોનો પ્રિય ‘થાલા’ હવે IPL 2027 સીઝનમાં રમતો જોવા મળશે નહીં. ધોનીના આ નિર્ણયથી IPLના સૌથી સફળ, રોમાંચક અને ઐતિહાસિક પ્રકરણોનો અંત આવ્યો છે.

5 IPL ટ્રોફી અને 136 જીત

2008માં IPLની શરૂઆતથી ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કરિશ્માઈ કેપ્ટનશીપથી લીગમાં સફળતાના નવા માપદંડો સ્થાપિત કર્યા છે. ધોનીના નેતૃત્વ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ IPL ટ્રોફી જીતીને લીગની સૌથી સફળ ફ્રેન્ચાઇઝીમાંની એક તરીકે સ્થાપિત કરી. ધોનીએ કેપ્ટન તરીકે 136 IPL મેચ પણ જીતી, જે કોઈપણ કેપ્ટન માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. વધુમાં, એમએસ ધોનીએ 2010 અને 2014માં ચેન્નાઈ સુપર કિંગ્સને બે ચેમ્પિયન્સ લીગ T20 ટાઇટલ અપાવ્યા હતા.

100 વખત અણનમ રહેવાનો અદ્ભુત રેકોર્ડ

મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર પોતાની કેપ્ટનશીપથી જ નહીં, પણ પોતાની વિસ્ફોટક ફિનિશિંગથી પણ IPLના ઇતિહાસ પર છાપ છોડી દીધી. તેણે પોતાની IPL કારકિર્દીમાં કુલ 278 મેચ રમી, 242 ઇનિંગ્સમાં 38.3 ની સરેરાશ અને 137.45 ના સ્ટ્રાઇક રેટથી 5439 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 84 રન હતો, અને તેણે 24 શાનદાર અડધી સદી પણ ફટકારી હતી.

IPL બેસ્ટ ફિનિશિર ધોની

ધોનીની ફિનિશિંગ ક્ષમતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે તેની 242 ઇનિંગ્સમાં 100 વખત અણનમ રહ્યો, અને તેણે પોતાને વિશ્વનો શ્રેષ્ઠ ફિનિશરો સાબિત કર્યો. સમગ્ર IPL કારકિર્દી દરમિયાન ધોનીએ 375 ચોગ્ગા અને 264 છગ્ગા ફટકાર્યા અને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે 18 વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

ધોની સર્વશ્રેષ્ઠ વિકેટકીપર

બેટિંગ અને કેપ્ટનશીપ ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટ પાછળની ઝડપી ચપળતા અજોડ છે. 278 મેચની IPL કારકિર્દીમાં ધોનીએ વિકેટકીપર તરીકે કુલ 205 ડિસમિસલ્સ કર્યા, જેમાં 158 શાનદાર કેચ અને 47 ઝડપી સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે.

IPL 2027: LSGમાંથી મોહમ્મદ શમીની વિદાય, રાજસ્થાન રોયલ્સમાં થશે એન્ટ્રી, સેમ કરન લખનૌમાં સામેલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">