Breaking News: શાહરૂખ ખાનના સ્ટેડિયમમાં રમાશે ઓલિમ્પિક ક્રિકેટ મેચો, પ્રથમ મુકાબલા પહેલા થઈ ખાસ પૂજા

128 વર્ષ બાદ ઓલિમ્પિક્સમાં ક્રિકેટની વાપસીને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. હવે આ ઐતિહાસિક ટૂર્નામેન્ટ માટેનું મેદાન પણ નક્કી થઈ ગયું છે. ખાસ વાત એ છે કે મેચો જેસ્ટેડિયમમાં રમાશે, તે શાહરૂખ ખાનની ફ્રેન્ચાઈઝીની માલિકીનું છે. પ્રથમ મેચ પહેલા અહીં ખાસ પૂજા પણ કરવામાં આવી હતી.

Breaking News: શાહરૂખ ખાનના સ્ટેડિયમમાં રમાશે ઓલિમ્પિક ક્રિકેટ મેચો, પ્રથમ મુકાબલા પહેલા થઈ ખાસ પૂજા
Knight Riders franchise
Image Credit source: X
| Updated on: Jul 02, 2026 | 8:41 PM

128 વર્ષ બાદ ક્રિકેટ ફરી એકવાર ઓલિમ્પિક્સમાં સામેલ થવા જઈ રહ્યું છે. લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 માં T20 ફોર્મેટમાં ક્રિકેટ રમાશે અને હવે આ મેગા ઈવેન્ટ માટેનું સત્તાવાર મેદાન પણ ચર્ચામાં છે. આ સ્ટેડિયમ શાહરૂખ ખાનના નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલું હોવાથી વધુ ચર્ચાનો વિષય બન્યું છે.

ઓલિમ્પિકમાં નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે મેચ

ઓલિમ્પિક ક્રિકેટની તમામ મેચો કેલિફોર્નિયાના પોમોના શહેરમાં આવેલા નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ સ્ટેડિયમ લોસ એન્જલસ નાઈટ રાઈડર્સની માલિકીનું છે. અહીં 2026 ની મેજર લીગ ક્રિકેટ દરમિયાન પ્રથમ સત્તાવાર મેચ રમાઈ હતી, જેમાં લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ અને વોશિંગ્ટન ફ્રીડમ આમને-સામને રમ્યા હતા.

 

પ્રથમ મેચ પહેલા સ્ટેડિયમમાં વિશેષ પૂજા થઈ

પ્રથમ મેચ પહેલા સ્ટેડિયમમાં વિશેષ પૂજા યોજાઈ હતી. લોસ એન્જલસ નાઈટ રાઈડર્સે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં વૈદિક વિધિ દ્વારા મેદાનનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ નવા મેદાન પર પ્રથમ મેચ રમાઈ હતી.

ICCના તમામ ધોરણો મુજબ સ્ટેડિયમ તૈયાર કરાયું

આ સ્ટેડિયમ ICCના તમામ ધોરણો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્ય સ્ક્વેરમાં કુલ આઠ વિકેટ બનાવવામાં આવી છે, જ્યારે મેદાનમાં 120 ફૂટ ઊંચા છ ફ્લડલાઈટ ટાવર પણ લગાવવામાં આવ્યા છે. સ્ટેડિયમના નિર્માણ માટે 32 હજાર મેટ્રિક ટનથી વધુ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

ઓલિમ્પિકમાં ક્રિકેટનું શેડ્યૂલ

લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં 12 થી 29 જુલાઈ 2028 દરમિયાન પુરુષ અને મહિલા એમ કુલ છ-છ ટીમો T20 ફોર્મેટમાં ભાગ લેશે. મહિલા વિભાગમાં ઓસ્ટ્રેલિયા, ભારત, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડે પહેલેથી જ સ્થાન નિશ્ચિત કરી દીધું છે. હવે સમગ્ર ક્રિકેટ જગતની નજર આ ઐતિહાસિક ઓલિમ્પિક ટૂર્નામેન્ટ પર ટકેલી છે.

MLC 2026: નાઈટ રાઈડર્સ આવું કરનારી ક્રિકેટ જગતની પ્રથમ ફ્રેન્ચાઈઝી બની, પરંતુ પહેલી મેચમાં મળી મોટી હાર

Follow Us