
ભારતીય ટીમના ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ હાલ તેના લગ્નને લઈને ચર્ચામાં છે. કુલદીપ પોતાની ફિયાન્સે વંશિકા ચઢ્ઢા સાથે 14 માર્ચે મસૂરીમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. આ લગ્ન સમારોહ માટે પરિવારજનો અને નજીકના મિત્રો સાથે ક્રિકેટ જગતના અનેક જાણીતા ચહેરાઓ પણ હાજરી આપવાના છે.
લગ્ન સમારોહ મસૂરીના ફેમસ સેવોય હોટેલમાં યોજાનાર છે, જ્યાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દેહરાદૂન અને મસૂરીમાં લગ્નની ઉજવણીને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમો પણ યોજાવાની શક્યતા છે.
#WATCH | Uttarakhand | Indian cricketer Yuzvendra Chahal arrives in Dehradun, to attend the wedding of Indian Cricketer Kuldeep Yadav
He says, “I am very excited for my brother’s marriage. I will dance a lot and enjoy…” pic.twitter.com/MgZRPgDFDs
— ANI (@ANI) March 13, 2026
ભારતીય ટીમનો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ કુલદીપ યાદવના લગ્નમાં હાજરી આપવા માટે દેહરાદૂન પહોંચી ગયો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન ચહલે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, “આ મારા ભાઈના લગ્ન છે, અહીં ખૂબ ડાન્સ થવાનો છે.” ચહલ અને કુલદીપ વચ્ચેની મિત્રતા લાંબા સમયથી જાણીતી છે.
એક સમય હતો જ્યારે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ ભારતીય ટીમમાં સ્પિન જોડી તરીકે ખૂબ સફળ રહ્યા હતા. બંનેની જોડીને ક્રિકેટ ચાહકો “કુલચા” તરીકે ઓળખતા હતા. આ જોડી અનેક મેચોમાં ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હતી અને તેમની મિત્રતા મેદાનની બહાર પણ એટલી જ મજબૂત રહી છે.
#WATCH | Uttarakhand: Indian Cricketer Rinku Singh and his fiancée, SP MP Priya Saroj arrive in Dehradun to attend the wedding of Indian Cricketer Kuldeep Yadav in Mussoorie.
On Team India’s T20 World Cup win, Rinku Singh says, “It is a big deal.” pic.twitter.com/yn3HwDSgVg
— ANI (@ANI) March 13, 2026
આ ઉપરાંત ભારતીય ટીમનો યુવા સ્ટાર રિંકુ સિંહ પણ તેની ફિયાન્સે અને સાંસદ પ્રિયા સરોજ સાથે દેહરાદૂન પહોંચ્યો છે. રિંકુ સિંહ તાજેતરમાં જ T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહ્યો હતો. ખાસ વાત એ છે કે વર્લ્ડ કપ દરમિયાન તેના પિતાનું અવસાન થયું હતું, છતાં તેણે ટીમ સાથે જોડાઈને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
કુલદીપ યાદવ પણ તાજેતરમાં ભારતીય ટીમ સાથે T20 વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહ્યો હતો. ટુર્નામેન્ટ દરમિયાન પાંચ મેચ રમવાની તક મળી હતી. જો કે નોકઆઉટ રાઉન્ડમાં તેણે તક મળી ન હતી. હવે લગ્ન બાદ તે 28 માર્ચથી શરૂ થનારી IPL 2026માં દિલ્હી કેપિટલ્સ માટે રમતો જોવા મળશે.