
કુલદીપ યાદવના લગ્ન સમારોહની શરૂઆત થઈ ચૂકી છે, અને તેના ઘણા મિત્રો અને ભારતીય ક્રિકેટરો હાજરી આપવા માટે દહેરાદૂન પહોંચ્યા છે. કુલદીપ યાદવ તેની બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્ન કરી રહ્યો છે. કુલદીપ વંશિકાના લગ્ન 14 માર્ચે થવાના છે. એ પહેલા હલ્દી અને સંગીત સમારોહ 13 માર્ચે યોજાયો હતો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
સંગીત સમારોહમાં કુલદીપ યાદવે તેની ભાવિ પત્ની વંશિકા સાથે ડાન્સ કર્યો. કુલદીપ અને વંશિકાતો દિલ ખોલીને નાચ્યા, સાથે યુઝવેન્દ્ર ચહલ અને લગ્નના અન્ય મહેમાનોએ પણ લગાવ્યા ઠુમકા. કુલદીપ યાદવે માત્ર તેની ભાવિ પત્ની સાથે જ નહીં, પરંતુ તેના મિત્ર ચહલ સાથે પણ કર્યો ડાન્સ.
Kuldeep Yadav, Vanshika Chadha, Yuzvendra Chahal and his friends dancing at Kuldeep’s sangeet ceremony. pic.twitter.com/62TpJzzxw5
— Rohan (@rohann__45) March 13, 2026
સંગીત ઉપરાંત, હલ્દી સમારંભનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુઝવેન્દ્ર ચહલ કુલદીપ યાદવ અને વંશિકાને હલ્દી લગાવતો જોવા મળી રહ્યો છે. ચહલે કુલદીપ યાદવ અને વંશિકા બંનેના ચહેરા અને હાથ પર હલ્દી લગાવી હતી. હલ્દી સમારંભ દરમિયાન, ચહલે કુલદીપ યાદવના પગ પણ સ્પર્શ કર્યા અને હાથ જોડી નમસ્તે કર્યું.
Yuzvendra Chahal applying haldi to Kuldeep Yadav at his Haldi ceremony — KulCha together. pic.twitter.com/LTTQgXOAhM
— Sonu (@Cricket_live247) March 13, 2026
યુઝવેન્દ્ર ચહલ ઉપરાંત, ઘણા અન્ય ભારતીય ક્રિકેટરોએ પણ કુલદીપ યાદવ અને વંશિકાના લગ્નમાં હાજરી આપી છે, જેમાં રિંકુ સિંહ, ભુવનેશ્વર કુમાર અને પીયૂષ ચાવલા જેવા નામોનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ પણ કુલદીપના લગ્ન માટે દેહરાદૂન પહોંચ્યા છે.
Published On - 8:18 pm, Fri, 13 March 26