
BCCI Strict guidelines for IPL teams : આઈપીએલ 2026ની સીઝન શરુ થતાં પહેલા બીસીસીઆઈએ એક મોટું પગલું ઉઠાવ્યું છે. તમામ 10 ટીમોને એક ચેતવણી આપી છે. બોર્ડે પ્રેક્ટિસ સેશન અને વોર્મ-અપ મેચ માટે નવા નિયમો બનાવ્યા છે. જેનાથી બધી ટીમોને બરાબરી કરવાની તક મળે છે. તેમજ મેચ પિચની ક્વોલિટી બની રહે.
ખાસ વાત એ છે કે, ફ્લડલાઈટ્સની નીચે થનારી પ્રેક્ટિસ મેચ માટે બીસીસીઆઈ દ્વારા ટાઈમ ફિક્સ થયો છે. જો કોઈ આ નિયમને માનતું નથી. તો તેને ખુબ નુકસાન થઈ શકે છે. કારણ કે, બીસીસીઆઈ આ ગાઈડલાઈનનું કડક પાલન કરાવશે.
બીસીસીઆઈનું ફોક્સ ફેરનેસ અને પિચ પ્રોટેક્શ પર છે. નિયમ મુજબ ફ્રેન્ચાઈઝી વધારેમાં વધારે 2 પ્રેક્ટિસ મેચ જ રમી શકે છે. પરંતુ આ માટે તેમણે પહેલા બીસીસીઆઈની પરમિશન લેવી પડશે. આ પ્રેક્ટિસ જે પીચ પર મેચ હશે ત્યાં નહી હોય. પ્રેક્ટિસ મેચ ફ્લડલાઈટ્સની નીચે સાડા 3 કલાકથી વધારે નહી ચાલે. આનો હેતુ સ્કવાયર પર વધુ પડતા ઘસારાને ટાળવાનો છે.
કોઈપણ ટીમ વિરોધી ટીમ દ્વારા ઉપયોગમાં લેવાતી નેટ અથવા પિચનો ઉપયોગ કરી શકશે નહીં. દરેક ટીમને સંપૂર્ણપણે તાજી નેટ અને પિચ આપવામાં આવશે. આ સિવાય જો એક ટીમ પહેલા પ્રેક્ટિસ કરી રહી છે. તો બીજી ટીમ તેની નેટ કે રેન્જ-હિટિંગ વિકેટનો ઉપયોગ કરી શકશે નહી. આટલું જ નહી કોઈ પણ ફ્રેન્ચાઈઝીની પહેલી હોમ મેચમાંથી 4 દિવસ પહેલા મેન સ્કવાયર પર કોઈ પ્રેક્ટિસ સેશન કે મેચ નહી રમે. જો જરુર પડે તો વૈકલ્પિક ગ્રાઉન્ડ આપી શકે છે. આ સાથે-સાથે જો 2 ટીમો વચ્ચેનું શેડ્યુલમાં ટકકર થઈ તો મહેમાનની ટીમને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ નિયમ એટલા માટે લાવવામાં આવ્યો કે, કોઈ ટીમ પીચની સ્થિતિનો ફાયદો ઉઠાવી ન શકે. તેમજ બધાને સમાન તૈયારી કરવાની તક મળે. ગત્ત સીઝનમાં કેટલીક ટીમ દ્વારા પીચનો વધારે ઉપયોગની ફરિયાદ સામે આવી હતી. જેનાથી મેચની ક્વોલિટી પ્રભાવિત થઈ હતી. હવે બીસીસીઆઈએ આને રોકવા માટે કડક પગલા લીધા છે. ત્યારે મેહમાનની ટીમને બરાબરી કરવાની તક મળશે. ટીમ હોમ કંડીશનનો વધારે ફાયદો ઉઠાવી શકશે નહી.