
એક આશ્ચર્યજનક નિર્ણય લેતા સનરાઈઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારને ધ હંડ્રેડ ઓક્શનમાં એક પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો હતો. લંડનમાં યોજાયેલી હરાજીમાં, કાવ્યા મારનની સનરાઈઝર્સ લીડ્સ ટીમે પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને તેમની ટીમમાં સામેલ કર્યો. મારને અબરાર અહેમદને £190,000 એટલે ₹2.34 કરોડમાં ખરીદ્યો હતો.
કાવ્યા મારનની ટીમે પાકિસ્તાનના અબરાર અહેમદને ખરીદવા માટે ટ્રેન્ટ રોકેટ્સ સાથે સ્પર્ધા કરી. આખરે, મારનની ટીમ સનરાઈઝર્સ લીડ્સ બોલી જીતી ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાવ્યા મારનની ટીમનો કોચ ડેનિયલ વેટોરી મિસ્ટ્રી સ્પિનરને લઈ ઉત્સુક હતો, તેથી જ તેના પર આટલો મોટો દાવ લગાવવામાં આવ્યો હતો. જોકે, કાવ્યા મારનનું આ પગલું તેની ટીમ માટે મુશ્કેલીરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે અબરાર એક પાકિસ્તાની ખેલાડી છે, જેનો ભારતમાં જોરદાર વિરોધ થઈ શકે છે.
અબરાર અહેમદની વાત કરીએ તો, તેનો T20 વર્લ્ડ કપ અભિયાન ખરાબ રહ્યો હતો. તેણે ચાર મેચમાં છ વિકેટ લીધી, પરંતુ તેનો ઈકોનોમી રેટ ઘણો ખરાબ રહ્યો. ભારત સામે, તેણે 38 રન આપ્યા અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં. જોકે, તે એક મિસ્ટ્રી બોલર છે જેમાં વિકેટ લેવાની ક્ષમતા છે, તેથી જ કાવ્યા મારનની ટીમે તેનામાં રોકાણ કર્યું છે.
અબરાર અહેમદ 2009 પછી ભારતીય ટીમના માલિક દ્વારા ખરીદાયેલો પહેલો પાકિસ્તાની ખેલાડી છે. આ મુદ્દે મોટો હોબાળો મચી શકે છે. તાજેતરમાં જ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજકીય સંઘર્ષને કારણે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને પણ IPLમાંથી ભાર કરવામાં આવ્યો હતો. અબરાર અહેમદ સાથે પણ આવું જ થાય તો નવાઈ નહીં.
Published On - 9:06 pm, Thu, 12 March 26