Breaking News : સીરિઝ હાર્યા બાદ આયરલેન્ડ ક્રિકેટે ગૌતમ ગંભીરની મજાક ઉડાવી, પોસ્ટ વાયરલ થઈ

Iceland Cricket Trolls Gautam Gambhir : આયરલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં મળેલી હાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીર પર ફરી એક વખત સવાલો થઈ રહ્યા છે. આ વખતે આયરલેન્ડ ક્રિકેટે તેમને ટ્રોલ કર્યા છે.

Breaking News : સીરિઝ હાર્યા બાદ આયરલેન્ડ ક્રિકેટે ગૌતમ ગંભીરની મજાક ઉડાવી, પોસ્ટ વાયરલ થઈ
Image Credit source: AI
| Updated on: Jun 29, 2026 | 10:49 AM

આયરલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમને મળેલી 0-2ની ઐતિહાસિક અને શરમજનક હાર બાદ સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થયા છે. ચાહકોના ગુસ્સા વચ્ચે પોતાના મજાકિયા અને તીખા નિવેદન માટે ફેમસ આયરલેન્ડ ક્રિકેટના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલે ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર પર એક મોટો સવાલ કર્યો છે. આયરલેન્ડ ક્રિકેટની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર જલ્દી વાયરલ થઈ રહી છે.જેમાં ગંભીરના કોચિંગ રેકોર્ડની મજાક ઉડાડવામાં આવી છે.

આયરલેન્ડ ક્રિકેટે ગંભીરની ઉડાવી મજાક

આયરલેન્ડના હાથે બીજી ટી20માં ભારતને 1 રનથી હાર બાદ આયરલેન્ડ ક્રિકેટે ગંભીર યુગ પર મજાક કરતા લખ્યું કે, અમે આ વાતની પુષ્ટિ કરી શકીએ કે, અમારી કોઈ ઈચ્છા નથી. કે, અમે ગૌતમ ગંભીરને અમારા કોચિંગ સ્ટાફમાં સામેલ કરીએ. જેમાં સ્પષ્ટ રીતે એક અદ્દભૂત ટેલેન્ટ છે. આ ઉત્તમ ભારતીય ખેલાડીઓને આયરલેન્ડ લઈ જવા અને આવા પરિણામો આપવા માટે ખરેખર કેટલીક અસાધારણ અને અનોખી કુશળતાની જરૂર પડે છે.

 

 

આ પહેલી વખત નથી. જ્યારે આયરલેન્ડ ક્રિકેટે ગૌતમ ગંભીરને પોતાના નિશાને બનાવ્યા હોય. આ પહેલા પણ જ્યારે ભારતીય ટીમને ઘરેલું મેદાન પર ન્યુઝીલેન્ડ અને સાઉથઆફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં હાર થઈ હતી. ત્યારે પણ આ બોર્ડે ગંભીરને ટ્રોલ કર્યો હતો. તે સમયે તેમણે લખ્યું હતુ કે, અમે અમારા ચાહકોને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર અમારી નેશનલ ટીમના કોચ બનવા માટે આમંત્રિત કરવામાં આવશે નહી. તે પદ પહેલાથી જ ભરાયેલું છે. અમે 2025માં 75 ટકા મેચ જીતી છે.

ગંભીરના કાર્યકાળમાં સતત મળી રહ્યા છે ઝટકા

જુલાઈ 2024માં રાહુલ દ્રવિડ પછી ભારતીય ટીમના હેડ કોચનું પદ સંભાળનાર ગૌતમ ગંભીર માટે કેટલીક સીરિઝના પરિણામો નિરાશાજનક રહ્યા છે. 2024માં ભારતને પોતાના ઘરે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 0-3થી ટેસ્ટ સીરિઝ ગુમાવવી પડી હતી. જે 12 વર્ષમાં ભારતની પહેલી ઘરેલું ટેસ્ટ સીરિઝમાં હાર હતી. આ વર્ષની શરુઆતમાં ભારતને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમનો આયરલેન્ડ જેવી ટીમની સામે ટી20 સીરિઝમાં 2-0થી સુપડા સાફ થતા ગંભીરની રણનીતીઓ પર મોટા સવાલો થઈ રહ્યા છે.

ટીમ ઈન્ડિયાએ હેડ કોચ ગૌતમ ગંભીરને આપી બર્થ ડે ગિફટ, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us