
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ હાલમાં IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે, પરંતુ આ દરમિયાન, એક નવી ટીમે તેને સાઈન કર્યો છે. યશસ્વી જયસ્વાલને T20 મુંબઈની ટીમ બાંદ્રા બ્લાસ્ટર્સ દ્વારા સાઈન કરવામાં આવ્યો છે.
ફક્ત યશસ્વી જયસ્વાલ જ નહીં, પરંતુ અજિંક્ય રહાણે પણ મુંબઈ T20 લીગમાં રમતો જોવા મળશે. અજિંક્ય રહાણે નોર્થ મુંબઈ પેન્થર્સ તરફથી રમશે. અજિંક્ય રહાણે હાલમાં IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સની કપ્તાની કરી રહ્યો છે.
Update
Yashasvi Jaiswal has been Signed By Bandra Blasters for the Mumbai T20 League
However, he’s unlikely to feature as he is set to represent India in the one-off Test against Afghanistan from June 6 pic.twitter.com/qCr55TyMWp
— Team Yashasvi Jaiswal (@Team64YBJ) April 23, 2026
યશસ્વી જયસ્વાલને બાંદ્રા બ્લાસ્ટર્સે સાઈન કર્યો છે, પરંતુ તે T20 મુંબઈ લીગમાં રમશે તેવી શક્યતા ઓછી છે, કારણકે તે 6 જૂનથી શરુ થતી ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચમાં રમશે. જયસ્વાલ અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરશે, જેના કારણે T20 મુંબઈ લીગમાં તેનું રમવું લગભગ અશક્ય છે.
યશસ્વી જયસ્વાલનું IPL 2026 માં પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. તેણે સાત મેચમાં 49 ની સરેરાશથી 245 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 150 થી વધુ છે. તેણે અત્યાર સુધીમાં બે અડધી સદી ફટકારી છે. તેણે 12 છગ્ગા અને 27 ચોગ્ગા ફટકાર્યા છે.
2411 players registered
The response to the upcoming season of the T20 Mumbai League has been incredible – a strong reflection of Mumbai’s passion for cricket. #MCA #T20Mumbai #ChanceSoduNako pic.twitter.com/8cAlgaLGLH
— T20 Mumbai (@T20Mumbai) April 11, 2026
T20 મુંબઈ લીગમાં કુલ આઠ ટીમો ભાગ લેશે. જેમાં આકાશ ટાઈગર્સ, આર્ક્સ અંધેરી, બાંદ્રા બ્લાસ્ટર્સ, ઈગલ થાણે સ્ટ્રાઈકર્સ, મરાઠા રોયલ્સ, મુંબઈ પેન્થર્સ, સોબો મુંબઈ ફાલ્કન્સ અને ટ્રાયમ્ફ નાઈટ્સનો સમાવેશ થાય છે.