
આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી પોતાની બેટિંગથી વિશ્વમાં ફેમસ છે. માત્ર 15 વર્ષની ઉંમરમાં પોતાની આક્રમક બેટિંગ અને મોટા શોર્ટથી બધાને પ્રભાવિત કર્યા છે. આ વચ્ચે રાજસ્થાન રોયલ્સે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વૈભવ સૂર્યવંશી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માની સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.
રાજસ્થાન રોયલ્સ દ્વારા શેર કરેલા આ વીડિયોમાં જિતેશ શર્મા સૌથી પહેલા વૈભવને ગળે લગાવે છે અને ત્યારબાદ તેના હાથમાંથી બેટ લઈ લે છે. વૈભવ થોડો હેરાન થઈ જાય છે અરે ભાઈ તમે શું કરી રહ્યા છો. ત્યારબાદ વૈભવ મજાકના અંદાજમાં આગળ કહે છે.”તેમની ટીમમાં ઘણા બધા બેટ્સમેન છે, તું તેમની પાસેથી કેમ નથી લઈ રહ્યો?” જીતેશ શર્મા હસીને જવાબ આપે છે, “મારે તેમને કેમ પૂછવું જોઈએ, મિત્ર?” વૈભવ પછી કહે છે, “મેં તને કહ્યું હતું કે હું તને IPL પછી આપીશ, છતાં તું જિદ કરે છે કે તારે તે હમણાં જ જોઈએ છે.”
આ મજેદાર વાતચીતમાં સ્પષ્ટ થયું કે, વૈભવ સૂર્યવંશી જિતેશ શર્માને પોતાનું બેટ ગિફ્ટ આપવાની ના પાડે છે. ખાસ વાત એ છે કે, વૈભવ સૂર્યવંશી પોતાનું બેટ કોઈ સાથે શેર કરતો નથી. આ પહેલી વખત છે જ્યારે કોઈ ખેલાડીને પોતાનું બેટ આપવા માટે તૈયાર થયો.જિતેશ શર્મા આ ગિફ્ટ માટે આઈપીએલ 2026ની સીઝન પુરી થવાની રાહ જોવી પડશે.
First time ever: Vaibhav offers to give his bat! pic.twitter.com/y5pBnpEri3
— Rajasthan Royals (@rajasthanroyals) April 9, 2026
વૈભવ સૂ્ર્યવંશીએ આઈપીએલ 2026ની શરુઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. તે 3 મેચમાં 122 રન બનાવી ચૂક્યો છે. તેમણે પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 52 રન બનાવ્યા હતા. ત્યારબાદ ગુજરાત વિરુદ્ધ 31 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 39 રનની તોફાની ઈનિગ્સ રમી હતી. જેમાં જસપ્રીત બુમરાહ વિરુદ્ધ 2 સિક્સ સામેલ હતી. હવે આરસીબી વિરુદ્ધ રમવા મેદાનમાં ઉતરશે.