Breaking News: વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, એક IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગાનો ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો

IPL 2026ના એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે. તેણે એક જ સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તોડી દીધો છે, જે અગાઉ ક્રિસ ગેલના નામે હતો. માત્ર 15 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું અને પોતાના વિસ્ફોટક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.

Breaking News: વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, એક IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગાનો ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો
Vaibhav Suryavanshi sixer record
Image Credit source: X/IPL
| Updated on: May 27, 2026 | 8:43 PM

IPL 2026ના એલિમિનેટર મુકાબલામાં રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઐતિહાસિક પ્રદર્શન કરીને સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર 15 વર્ષની ઉંમરે તેણે એક જ IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વૈભવે 60 છગ્ગા પૂર્ણ કરીને ક્રિસ ગેલ વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો અને પોતાની તોફાની બેટિંગથી ચાહકોને રોમાંચિત કર્યા.

વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ

મુલ્લાનપુરમાં રમાયેલા આ મહત્વપૂર્ણ એલિમિનેટર મુકાબલામાં વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેનો આ નિર્ણય ખોટો સબિત થયો હતો. કારણ કે રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીના ઈરાદા કંઈક અલગ જ હતા.

 

માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી

વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટર મુકાબલામાં ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેણે મેદાનમાં છગ્ગાનો વરસાદ કર્યો અને માત્ર 16 બોલમાં અડધી સદી પૂરી કરી. તેણે સતત તોફાની શોટ્સ મારતાં હૈદરાબાદના તમામ બોલરોને કોઈ તક જ ન આપી અને મેદાનના દરેક ખૂણે બોલને સ્ટેન્ડમાં મોકલ્યો.

સૌથી વધુ છગ્ગાનો ગેલનો રેકોર્ડ તોડ્યો

આ ઈનિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ કેપ્ટન પેટ કમિન્સની એક જ ઓવરમાં ત્રણ સતત છગ્ગા ફટકારીને ધમાલ મચાવી હતી. આ સાથે તેણે એક જ IPL સિઝનમાં 60 છગ્ગાનો આંકડો પાર કરીને એક જ IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગાનો ક્રિસ ગેલનો 59 છગ્ગાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

 

સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડવાથી રહી ગયો

સુરેશ રૈનાનો પ્લેઓફમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ પણ વૈભવ સૂર્યવંશીએ બરાબર કર્યો છે. જોકે વૈભવ સૂર્યવંશી ક્રિસ ગેલનો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડવાથી સહેજ માટે રહી ગયો હતો. વૈભવ સૂર્યવંશી 29 બોલમાં 97 રન બનાવીને આઉટ થયો હતો અને ગેલનો 30 બોલમાં સદીનો રેકોર્ડ તોડવાથી રહી ગયો હતો.

Breaking News: હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રાજસ્થાન પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

 

Published On - 8:13 pm, Wed, 27 May 26

Follow Us