AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: RCBના સ્ટાર ખેલાડીને ચાલુ મેચ દરમિયાન શરમજનક હરકત કરવાનું ભારે પડ્યું, BCCIએ ફટકાર્યો દંડ

RCB અને MI વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક હતી, જેમાં ઘણી તણાવપૂર્ણ ક્ષણો હતી. આવા જ એક પ્રસંગે RCB ના એક ખેલાડીએ એવું કૃત્ય કર્યું જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને અશોભનીય હતું. જેનો વીડિયો વાયરલ થયો હતો અને ખેલાડીની આ હરકતની ભારે ટીકા થઈ હતી. હવે BCCI એ ખેલાડીને દંડ ફટકાર્યો છે.

Breaking News: RCBના સ્ટાર ખેલાડીને ચાલુ મેચ દરમિયાન શરમજનક હરકત કરવાનું ભારે પડ્યું, BCCIએ ફટકાર્યો દંડ
Tim David shameful act BCCI PunishmentImage Credit source: X
| Updated on: May 11, 2026 | 7:43 PM
Share

રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ અત્યંત રોમાંચક રહી. IPL 2026 ની 54મી મેચમાં છેલ્લા બોલ સુધી જોરદાર પ્રદર્શન જોવા મળ્યું, જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન RCBએ મુંબઈને 2 વિકેટથી હરાવ્યું. મેચ ખૂબ જ રોમાંચક હતી, અને ખેલાડીઓનો ઉત્સાહ ચરમસીમાએ હતો. મેચ સમાપ્ત થયા પછી, બંને ટીમોની લાગણીઓ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી, પરંતુ મેચ દરમિયાન જ, RCB ના સ્ટાર બેટ્સમેન ટિમ ડેવિડે એક એવું કૃત્ય કર્યું જેનો વીડિયો વાયરલ થઈ ગયો અને તે હેડલાઈનમાં આવી ગયો.

અશ્લીલ હરકતોનો વીડિયો વાયરલ

રવિવાર, 11 મે ના રોજ રાયપુરમાં રમાયેલી મેચ ખૂબ જ નાટકીય રહી. આ ઓછા સ્કોરવાળી મેચ ક્યારેક મુંબઈના પક્ષમાં ઝુકાવ કરતી હોય તેવું લાગતું હતું, તો ક્યારેક બેંગલુરુ આગળ હોય તેવું લાગતું હતું. નાની-નાની ઘટનાઓ પર પણ તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. આ સમય દરમિયાન બેંગલુરુનો સ્ટાર ઓલરાઉન્ડર ટિમ ડેવિડ અત્યંત ગુસ્સે ભરાયેલો દેખાયો. બાઉન્ડ્રી પાસે ઉભા રહીને ડેવિડે બંને હાથ હવામાં ઉંચા કર્યા અને અશ્લીલ હરકત કરી. ડેવિડના આ કૃત્યનું સાચું કારણ જાની શક્યું નથી, પણ તેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો.

BCCIએ ફટકાર્યો દંડ

ટિમ ડેવિડ તેની આ હરકતથી હેડલાઈન્સમાં આવ્યો, પણ હવે તે તેના ઉચિત પરિણામનો સામનો કરી રહ્યો છે. BCCIએ ડેવિડને IPL ની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવ્યો છે, જે મેદાન પર અશ્લીલ હાવભાવનો ઉપયોગ કરવા અને અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવા સંબંધિત છે. ડેવિડને તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને તેના પર બે ડિમેરિટ પોઈન્ટ પણ ફટકારવામાં આવ્યા છે.

ટિમ ડેવિડ 0 પર આઉટ

આ મેચ ટિમ ડેવિડ માટે વ્યક્તિગત રીતે સારી નહોતી, અને તે બેટિંગથી ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં. RCB ને 25 બોલમાં 36 રનની જરૂર હતી, ત્યારે જીતેશ શર્માના આઉટ થયા પછી ટિમ ડેવિડ ક્રીઝ પર આવ્યો. જોકે, તે પહેલા જ બોલ પર એક પણ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો.

Breaking News: દિલ્હીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પંજાબ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
g clip-path="url(#clip0_868_265)">