
IPL 2026માં આજે સિઝનના 22 મા મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં KKRએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે CSK આ મેચમાં પહેલા બેટિંગ કરશે. CSK અને KKR બંને આ સિઝનની પાંચમી મેચ રમશે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. અજિંક્ય રહાણેએ કહ્યું કે જ્યારે વસ્તુઓ તમારા મતે ન હોય ત્યારે વિશ્વાસ રાખવો, સકારાત્મક રહેવું ખરેખર મહત્વપૂર્ણ છે. અમે બોલથી ખૂબ સારી શરૂઆત કરીશું અને પછી લક્ષ્યનો પીછો કરવાનો પ્રયાસ કરીશું. અમે એક ફેરફાર કર્યો છે. નવદીપ સૈનીની જગ્યાએ વરુણ ચક્રવર્તી આજની મેચમાં રમશે.
Yellow and Purple set to collide
The captains are & under the Chepauk lights ️
Updates ▶️ https://t.co/jWkXVCPxj5#TATAIPL | #KhelBindaas | #CSKvKKR | @ChennaiIPL | @KKRiders pic.twitter.com/d1YmGWpgDJ
— IndianPremierLeague (@IPL) April 14, 2026
ટોસ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું વિચારી રહ્યા હતા. છેલ્લી મેચમાં જીતથી ટીમ સારી લયમાં છે. અમે મોટો સ્કોર બનાવવો પ્રયાસ કરીશું. આજની મેચમાં અમે કોઈ ફેરફાર કર્યો નથી.
સંજુ સેમસન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, દેવાલ્ડ બ્રેવિસ, જેમી ઓવરટોન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ગુર્જપનીત સિંહ, ખલીલ અહેમદ.
ઈમ્પેક્ટ સબ્સ: મેથ્યુ શોર્ટ, અકેલ હોસેન, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, મેટ હેનરી.
Varun is back as we bowl first against the Super Kings pic.twitter.com/StoGzcLwkZ
— KolkataKnightRiders (@KKRiders) April 14, 2026
અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકિપર), રોવમેન પોવેલ, રિંકુ સિંહ, સુનિલ નારાયણ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી.
ઈમ્પેક્ટ સબ્સ: ફિન એલન, મનીષ પાંડે, તેજસ્વી દહિયા, ટિમ સીફર્ટ, નવદીપ સૈની.
Published On - 7:07 pm, Tue, 14 April 26