Breaking News: પોતાની જ ટીમના ખેલાડીઓ બન્યા ચહલના ‘દુશ્મન’, 7 કેચ છોડ્યા, 1 સ્ટમ્પિંગ ચૂકી ગયા

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પંજાબ કિંગ્સની નબળી ફિલ્ડિંગે બધી હદ વટાવી દીધી. ઈશાન કિશનના બે કેચ અને એક સ્ટમ્પિંગ છોડવામાં આવ્યા. પંજાબ કિંગ્સના ફિલ્ડરોએ યુઝવેન્દ્ર ચહલને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું. પોતાની જ ટીમના ખેલાડીઓ ચહલના દુશ્મન બન્યા.

Breaking News: પોતાની જ ટીમના ખેલાડીઓ બન્યા ચહલના દુશ્મન, 7 કેચ છોડ્યા, 1 સ્ટમ્પિંગ ચૂકી ગયા
catch drop stumping missed Chahal over
Image Credit source: X
| Updated on: May 06, 2026 | 9:56 PM

પંજાબ કિંગ્સ ભલે IPL 2026 પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોય, પરંતુ ફિલ્ડિંગની દ્રષ્ટિએ તે સૌથી ખરાબ ટીમ છે. આનો પુરાવો સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ છે, જેમાં તેમના ખેલાડીઓએ ત્રણ સરળ કેચ અને એક સ્ટમ્પિંગ છોડ્યું. તમને જાણીને નવાઈ લાગશે કે પંજાબના ખેલાડીઓએ ઈશાન કિશનને એક નહીં, બે નહીં, પરંતુ ત્રણ તકો આપી હતી. ફક્ત ઈશાન કિશન જ નહીં, પરંતુ હેનરિક ક્લાસેનનો પણ સરળ કેચ છોડવામાં આવ્યો હતો.

કયા ખેલાડીઓએ કેચ છોડ્યા?

ઈશાન કિશનને 9 રન પર પહેલું જીવનદાન મળ્યું. કૂપર કોનેલીએ લોકી ફર્ગ્યુસનના બોલ પર એક સરળ કેચ છોડ્યો. ઈશાન કિશન 18 રને હતો ત્યારે ફરીથી તેનો કેચ ડ્રોપ થયો, લોકી ફર્ગ્યુસને કેચ છોડ્યો. જ્યારે ઈશાન કિશન 20 રન પર રમી રહ્યો હતો, ત્યારે પ્રભસિમરન યુઝવેન્દ્ર ચહલની બોલ પર સ્ટમ્પિંગ ચૂકી ગયો. યુઝવેન્દ્ર ચહલ એટલી ખરાબ રીતે છેતરાઈ ગયો કે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. ઈશાન કિશનને ચહલની બોલ પર બે જીવનદાન ઉપરાંત, હેનરિક ક્લાસેનનો કેચ પણ ડ્રોપ કરવામાં આવ્યો. આ કેચ શશાંક સિંહે છોડ્યો, ત્યારે ક્લાસેન ફક્ત 9 રન પર રમી રહ્યો હતો.

 

ખરાબ ફિલ્ડીંગથી સિઝનમાં આઠ વિકેટ ના મળી

તમને જાણીને નવાઈ લાગશે કે યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં આઠ વિકેટ ગુમાવી છે. IPL 2026 માં તેની બોલિંગમાં સાત કેચ છૂટ્યા છે. વધુમાં, તેની બોલિંગમાં એક સ્ટમ્પિંગનો મોકો પણ કિપર ચૂકી ગયો હતો. પંજાબના બેટ્સમેન શશાંક સિંહે આ સિઝનમાં કુલ છ કેચ છોડ્યા છે. આ સિઝનમાં પંજાબનો કેચ રેટ ફક્ત 70 ટકા છે, એટલે કે ટીમ 30 ટકા કેચ છોડી રહી છે. જો પંજાબનું ફિલ્ડીંગમાં આવું જ કંગાળ પ્રદર્શન ચાલુ રહેશે, તો IPL જીતવાનું તેમનું સ્વપ્ન અધૂરું રહી જશે.

 

કોચ રિકી પોન્ટિંગ થયો નારાજ

પંજાબનો હેડ કોચ રિકી પોન્ટિંગ પણ તેની ટીમની નબળી ફિલ્ડિંગથી ચોંકી ગયો હતો. લાઈવ મેચ દરમિયાન પોન્ટિંગે કહ્યું કે તેને એવું લાગ્યું કે પંજાબની ટીમ કેચ છોડવાના વાયરસથી સંક્રમિત થઈ ગઈ છે. તેણે કહ્યું કે આવી ચૂકેલી તકો મેચને નુકસાન પહોંચાડે છે.

Breaking News: પહેલા જ બોલ પર છગ્ગો ફટકારી IPL કારકિર્દીની ધમાકેદાર શરૂઆત કરનાર પાંચ ભારતીય ક્રિકેટરો કોણ છે?

Published On - 9:55 pm, Wed, 6 May 26

Follow Us