Breaking News: સંજુ સેમસનને તોડ્યું મૌન, રાજસ્થાન રોયલ્સ છોડવા અંગે કર્યો મોટો ખુલાસો

T20 વર્લ્ડ કપ 2026 માં ભારતને ટ્રોફી જીતાડનાર સંજુ સેમસન IPL 2026 માં ધમાલ મચાવવા તૈયાર છે. સિઝન શરુ થતા પહેલા સંજુએ આખરે રાજસ્થાન રોયલ્સ છોડવાના પોતાના નિર્ણય પર ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે કેમ તે RR છોડી ચેન્નાઈ સુપર કિંગ્સમાં સામેલ થયો.

Breaking News: સંજુ સેમસનને તોડ્યું મૌન, રાજસ્થાન રોયલ્સ છોડવા અંગે કર્યો મોટો ખુલાસો
Image Credit source: PTI/X
| Updated on: Mar 17, 2026 | 8:14 PM

વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન ICC T20 વર્લ્ડ કપ 2026 માં ચેમ્પિયન ભારતીય ટીમની જીતનો મુખ્ય હીરો હતો. વર્લ્ડ કપ બાદ હવે સંજુ સેમસન IPL 2026 માં રમતો જોવા મળશે. જો કે હવે તે રાજસ્થાન રોયલ્સ નહીં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમશે. ટીમ બદલવા પાછળનું કારણ જણાવતા સંજુએ કહ્યું કે, “મને લાગ્યું કે રાજસ્થાન રોયલ્સ સાથેનો મારો સમય પૂરો થઈ ગયો છે. તેથી ટીમ છોડવાનું નક્કી કર્યું.”

સંજુની રાજસ્થાન રોયલ્સ સાથેની સફર

કેરળનો 31 વર્ષીય ખેલાડી સંજુ સેમસન 2018 થી 2025 સુધી રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો છે. આ દરમિયાન તે RR માટે સૌથી વધુ મેચ રમનાર અને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. તેની બેટિંગ, કીપિંગ અને કેપ્ટનશીપ માટે રાજસ્થાન રોયલ્સના ફેન્સમાં વિશેષ આદર રહ્યો છે.

CSK સાથે નવી શરૂઆત

IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસન ટ્રેડ ડીલ દ્વારા રાજસ્થાન રોયલ્સ છોડીને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માં જોડાયો હતો. રાજસ્થાન રોયલ્સના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર હતા. હવે તે નવી ટીમ સાથે મેદાનમાં નવો ઉત્સાહ અને જોશ લાવશે.

 

જુની ટીમ સાથે ઈમોશનલ કનેક્શન

સંજુ સેમસને કહ્યું, “જ્યારે હું IPLમાં રાજસ્થાન રોયલ્સ સામે રમું, ત્યારે ઘણા જૂના સાથી ખેલાડીઓ અને સ્ટાફ સામે હશે. દરેક માટે સન્માન હંમેશા રહેશે. પરંતુ મારો સમય RR સાથે પૂરો થઈ ગયો છે. હવે નવી ટીમ અને નવા અભિયાન માટે આગળ વધવું જરૂરી છે.”

IPL 2026માં રાજસ્થાન રોયલ્સ સામે રમશે

સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ માટે કુલ 11 સિઝન રમ્યો છે. હવે CSK સાથે નવી સફર શરૂ કરીને તે મેદાન પર નવી ઊર્જા, ઉત્સાહ અને જોશ લાવશે. ભવિષ્યમાં રાજસ્થાન સામે રમવું ખાસ રહેશે, પરંતુ નવા અભિયાન સાથે રમવું વધુ મહત્વપૂર્ણ છે.

Breaking News : IPL 2026માં રમવા લંડનથી ભારત પહોંચ્યો વિરાટ કોહલી, પત્ની અનુષ્કા શર્મા સાથેનો વીડિયો વાયરલ

Follow Us