Breaking News: રાજસ્થાન સામે RCB એ 12.50 કરોડ રૂપિયાની કિંમતના ચેમ્પિયન ખેલાડીને પ્લેઈંગ 11 માં કર્યો સામેલ

IPL 2026 ની 16મી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ તેમની પ્લેઈંગ 11 માં મોટો ફેરફાર કર્યો. ગયા સિઝનમાં ટીમને વિજય અપાવનાર સ્ટાર ખેલાડી, જે ઈજાને કારણે શરૂઆતની મેચ ચૂકી ગયો હતો, તેને રમવાની તક આપવામાં આવી.

Breaking News: રાજસ્થાન સામે RCB એ 12.50 કરોડ રૂપિયાની કિંમતના ચેમ્પિયન ખેલાડીને પ્લેઈંગ 11 માં કર્યો સામેલ
Josh Hazlewood
Image Credit source: X
| Updated on: Apr 10, 2026 | 9:22 PM

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે IPL 2026 ની 16મી મેચ વરસાદના કારણે એક કલાક મોડી શરુ થઈ હતી. ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો હતો. જેકબ ડફીની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં બીજા ઘાતક બોલરને સ્થાન આપવામાં આવ્યું. આ ખેલાડીએ ગયા સિઝનમાં ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને RCB દ્વારા તેને ₹12.50 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.

જોશ હેઝલવુડનું કમબેક

ટોસ જીત્યા પછી, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. તેણે વરસાદ અને પીચ પર ભેજને કારણે બોલરોને શરૂઆતમાં થોડી મદદ મળી શકે છે તેવું જણાવ્યું. દરમિયાન, RCB માટે સારા સમાચાર એ છે કે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ સંપૂર્ણપણે ફિટ થઈને ટીમમાં પાછો ફર્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.

 

જેકબ ડફીની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ

હેઝલવુડે ગયા સિઝનમાં RCBના ટ્રોફી જીતવાના અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે જેકબ ડફીનું સ્થાન લીધું, જેણે અગાઉની મેચોમાં સારું પ્રદર્શન કર્યું હતું. જોશ હેઝલવુડે ગયા સિઝનમાં 12 મેચમાં 22 વિકેટ લીધી હતી, જેમાં એક ઇનિંગમાં ચાર વિકેટનો સમાવેશ થાય છે.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જોશ હેઝલવુડ.

 

રાજસ્થાન રોયલ્સ

યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા.

Breaking News: T20 ક્રિકેટમાં કોણે ફટકાર્યા છે સૌથી વધુ છગ્ગા, ટોપ-5 માં નથી એકપણ ભારતીય

Published On - 9:21 pm, Fri, 10 April 26

Follow Us