Breaking News: રાજસ્થાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 64 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટક્કર થઈ રહી છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: રાજસ્થાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
Rajasthan vs Lucknow
| Updated on: May 19, 2026 | 7:42 PM

IPL 2026માં આજે સિઝનના 64 મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RRએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે LSG આ મેચમાં પહેલા બેટિંગ કરશે. RR અને LSG બંને આ સિઝનની તેરમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

યશસ્વી જયસ્વાલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. યશસ્વી જયસ્વાલે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. વિકેટ સારી લાગી રહી છે, થોડી ઝાકળ છે જેથી અમે રનચેઝ કરીશું. રિયાન પરાગને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને તે ઠીક થઈ રહ્યો છે પણ આજની મેચમાં તે નહીં રમે એટલે હું ટીમની કપ્તાની કરી રહ્યો છું, જે મારા માટે ગર્વની વાત છે. અમે ટીમમાં ત્રણ ફેરફારો કર્યા છે. સંદીપ સિંહ, સુશાંત મિશ્રા અને લુઆન-ડ્રે પ્રિટોરિયસ આજની મેચમમર રમશે. જાડેજા પર ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે.

 

રિષભ પંતે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે કહ્યું કે અમને ખબર છે કે આ બેટિંગ માટે સારી વિકેટ છે. પહેલા બેટિંગ કે બોલિંગ બન્ને કરવામાં અમે ખુશ છીએ. ચોક્કસ, જેમ મેં છેલ્લી કેટલીક મેચોમાં કહ્યું હતું તેમ, અમારી પાસે ગુમાવવા માટે કંઈ નથી. એક ટીમ તરીકે અમે અમારા ચાહકો માટે દરેક મેચ રમવામાં ગર્વ અને આત્મવિશ્વાસ અનુભવીએ છીએ. અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગીએ છીએ કારણ કે અમે જાણીએ છીએ કે અમારી પાસે એક સારી ટીમ છે અને અમે તે કરી શકીએ છીએ. એડન માર્કરામની જગ્યાએ આયુષ અદોની અને મોહમ્મદ શમીની જગ્યાએ મોહસીન ખાન આજની મેચમાં રમશે.

 

લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન

મિશેલ માર્શ, જોશ ઈંગ્લિસ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકિપર/કેપ્ટન), આયુષ બદોની, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, મોહસીન ખાન, મયંક યાદવ, આકાશ મહારાજ સિંહ, પ્રિન્સ યાદવ.

ઈમ્પેક્ટ સબ્સ: મુકુલ ચૌધરી, મણિમરણ સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ રાઠી, હિંમત સિંહ, અર્શીન કુલકર્ણી.

 

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ (કેપ્ટન), લુઆન-ડ્રે પ્રિટોરિયસ, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), ડોનોવન ફરેરા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, સુશાંત મિશ્રા, સંદીપ શર્મા, બ્રિજેશ શર્મા, યશ રાજ પુંજા.

ઈમ્પેક્ટ સબ્સ: વૈભવ સૂર્યવંશી, યુદ્ધવીર સિંહ, અમન રાવ પેરાલા, રવિ બિશ્નોઈ, રિયાન પરાગ.

Breaking News: ગુજરાતના સ્ટાર ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાંથી કેમ કરવામાં આવ્યા બહાર?

Published On - 7:08 pm, Tue, 19 May 26

Follow Us