
IPL 2026 ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને પહેલી ઓવર સોંપી. જોકે, આર્ચરની આ ઓવર IPLના ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે, કારણ કે તેણે છ લીગલ બોલ ફેંકવા માટે 10 થી વધુ બોલ લીધા હતા.
જોફ્રા આર્ચરને ઈનિંગની પહેલી ઓવરમાં છ કાયદેસર લીગલ બોલ ફેંકવા માટે કુલ 11 બોલ ફેંકવા પડ્યા. તેણે અનેક વાઈડ, નો-બોલ અને વધારાના બોલ ફેંક્યા, જેના કારણે ઓવર ખૂબ જ લાંબી બની ગઈ. પોતાની સ્પીડ અને સચોટ લાઈન અને લેન્થ માટે જાણીતો આર્ચર આ મેચમાં પોતાની લય શોધવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. આ પહેલીવાર છે જ્યારે કોઈએ IPL મેચની પહેલી ઓવરમાં 11 બોલ ફેંક્યા છે. અગાઉ, છ બોલરોએ IPL ઓવરમાં 11 બોલ ફેંક્યા છે, પરંતુ કોઈએ ઈનિંગની શરૂઆતની ઓવરમાં આવું કર્યું નથી.
HISTORY CREATE BY JOFRA ARCHER !
– 4,wd,0,1nb,4wd,wd,wd,wd,0,1,2,0
– This is the biggest over in the history of the IPL. In the very first over, Jofra Archer bowled twelve deliveries in a single over. pic.twitter.com/LQ2NA6r0ly
— lndian Sports Netwrk (@IS_Netwrk29) May 9, 2026
આ લાંબી ઓવરથી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ થઈ ગઈ અને ગુજરાત ટાઈટન્સની શરૂઆત સારી રહી. જોફ્રા આર્ચરે પાવરપ્લેમાં કુલ બે ઓવર ફેંકી, 16.50 ના ઈકોનોમી રેટથી 33 રન આપ્યા. આનાથી ગુજરાતે પ્રથમ છ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 82 રન બનાવ્યા. જોફ્રા આર્ચરની અત્યાર સુધીની સિઝન સારી રહી હતી, આ મેચ પહેલા તેણે 15 વિકેટ લીધી હતી.
Published On - 9:17 pm, Sat, 9 May 26