
IPL 2026 ની 19 મી સિઝનની ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર થઇ રહી છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RRએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે CSK આ મેચમાં પહેલા બેટિંગ કરશે. બંને ટીમોની અ સિઝનની પહેલી મેચ છે અને બંને ટીમો જીતથી આ સિઝનની શરૂઆત કરવા ઈચ્છશે.
ટોસ જીત્યા બાદ RR કેપ્ટન રિયાન પરાગે પહેલા બોલિંગ કરવાનો નિર્યણ લીધો હતો. રિયાન પરાગે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરી રહ્યા છીએ. ઘણો વરસાદ પડ્યો છે. થોડી ભેજ હશે. કપ્તાન બનવું સારું લાગે છે, ટીમમાં બધાનો સપોર્ટ અદ્ભુત રહ્યો છે. આશા છે કે અમારા માટે એક સારું અભિયાન હશે. ધ્યેય ચેમ્પિયનશિપ જીતવાનો છે. અમે ઘણા સ્માર્ટ ક્રિકેટરોને રમાડવાનો પ્રયાસ કર્યો છે.
Toss @rajasthanroyals have won the toss and will field first in Guwahati!
Updates ▶️ https://t.co/UzbuFk5G26#TATAIPL | #KhelBindaas | #RRvCSK pic.twitter.com/1o0WJiz5aK
— IndianPremierLeague (@IPL) March 30, 2026
ઋતુરાજ ગાયકવાડે ટોસ બાદ જણાવ્યું કે, પહેલા બોલિંગ કરવાનો વિચાર કરવો એ કોઈ વિચારસરણી ન હતી. તેમ છતાં અમે સકારાત્મક શરૂઆત કરવા માંગીએ છીએ. તમે જોયું કે છેલું વર્ષ અમારા માટે કેવું રહ્યું. અમે કેટલીક વ્યૂહરચના સાથે હરાજીમાં ગયા હતા. આશા રાખીએ કે આ સિઝન ખરેખર સારી રહેશે. અમારી પ્લેઈંગ ઈલેવનમાં શોર્ટ, ઓવરટન, નૂર અને મેટ હેનરી ચાર વિદેશી ખેલાડીઓ આજની મેચમાં રમશે.
સંજુ સેમસન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, મેથ્યુ શોર્ટ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટોન, નૂર અહમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ.
યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકિપર), શિમરોન હેટમાયર, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા.
Published On - 7:09 pm, Mon, 30 March 26